ભારતનો 'માસ્ટરસ્ટ્રોક': પાકિસ્તાનના શ્વાસ અધ્ધર! કાશ્મીરમાં 4 મોટા ડેમનું કામ ફૂલ સ્પીડમાં, જાણો શું છે પ્લાન? | Moneycontrol Gujarati
Get App

ભારતનો 'માસ્ટરસ્ટ્રોક': પાકિસ્તાનના શ્વાસ અધ્ધર! કાશ્મીરમાં 4 મોટા ડેમનું કામ ફૂલ સ્પીડમાં, જાણો શું છે પ્લાન?

India Pakistan News: ભારતે સિંધુ જળ સંધિ વચ્ચે ચેનાબ નદી પર 4 મોટા હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થતા જ પાકિસ્તાનનું પાણી પરનું નિયંત્રણ ઘટી શકે છે. જાણો ભારતના આ મોટા પગલાં વિશે વિગતે.

અપડેટેડ 03:22:20 PM Jan 08, 2026 પર
Story continues below Advertisement
હાલમાં જ કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપી છે કે પાકલ દુલ, કિરુ, ક્વાર અને રેતલ જેવા પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમયમાં પૂરા કરવામાં આવે.

India Pakistan News: ભારતે પાકિસ્તાન સામે એક મોટી રણનીતિ અપનાવતા એક એવું પગલું ભર્યું છે, જેનાથી પડોશી દેશમાં હડકંપ મચી ગયો છે. સિંધુ જળ સંધિને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભારતે જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર બની રહેલા 4 મોટા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સનું કામ ખૂબ જ ઝડપી બનાવી દીધું છે. આ નદીનું પાણી પાકિસ્તાન જાય છે, તેથી ભારતની આ તૈયારી જોઈને પાકિસ્તાનને ટેન્શન થવું સ્વાભાવિક છે.

પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે ડેડલાઈન નક્કી

હાલમાં જ કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપી છે કે પાકલ દુલ, કિરુ, ક્વાર અને રેતલ જેવા પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમયમાં પૂરા કરવામાં આવે. 'પ્રોજેક્ટ ટુડે' ના અહેવાલ મુજબ, સરકારે આ પ્રોજેક્ટ્સ માટે નીચે મુજબની ડેડલાઈન નક્કી કરી છે:

પાકલ દુલ અને કિરુ પ્રોજેક્ટ: ડિસેમ્બર, 2028 સુધીમાં પૂરા કરવાના આદેશ.

ક્વાર પ્રોજેક્ટ: માર્ચ, 2028 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક.


રેતલ ડેમ પ્રોજેક્ટ: આ કામને પણ ટોપ ગિયરમાં આગળ વધારવા સૂચના અપાઈ છે.

સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ભારતની આ રણનીતિથી "પાકિસ્તાન રેગિસ્તાન બની જશે".

પાકલ દુલ: ભારતનો સૌથી મોટો દાવ

આ બધા પ્રોજેક્ટ્સમાં 'પાકલ દુલ' સૌથી મહત્વનો છે. ચેનાબ નદી પર બની રહેલો આ ભારતનો પહેલો 'સ્ટોરેજ પ્રોજેક્ટ' છે. આ ડેમ બન્યા પછી ભારત ત્યાં પાણીનો સંગ્રહ કરી શકશે અને 1,000 મેગાવોટ વીજળી પેદા કરી શકશે. આ બંધ 167 મીટર ઊંચો હશે. સૌથી ખાસ વાત એ છે કે આ ડેમ ચાલુ થતાની સાથે જ ભારત ચેનાબ નદીના પાણીના પ્રવાહને કંટ્રોલ કરી શકશે.

બીજી તરફ, કિરુ અને ક્વાર બંને 'રન ઓફ ધ રિવર' પ્રોજેક્ટ છે. જ્યારે રેતલ પ્રોજેક્ટ 850 મેગાવોટનો છે અને તેનો ડેમ 133 મીટર ઊંચો છે. આ ચારેય પ્રોજેક્ટ પૂરા થતાં ચેનાબ નદીના પાણી પર ભારતની પકડ મજબૂત બની જશે.

પાકિસ્તાનને કેમ પરસેવો છૂટી રહ્યો છે?

પાકિસ્તાનની ચિંતાનું મુખ્ય કારણ તેની ખેતી છે. એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની 90%થી વધુ ખેતી સિંધુ બેસિનની નદીઓના પાણી પર આધારિત છે, જે ભારત થઈને પાકિસ્તાન જાય છે. જો ભારત આ પાણીના પ્રવાહને નિયંત્રિત કરે, તો પાકિસ્તાનના કૃષિ ક્ષેત્ર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર અસર પડી શકે છે.

ભારતનો ઉદ્દેશ્ય શું છે?

ભારતે આ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા પાછળ મુખ્યત્વે 4 કારણો છે:

1) દેશની ઉર્જા સુરક્ષા (Energy Security) મજબૂત કરવી.

2) નદીના પાણીમાં પોતાના હિસ્સાનો મહત્તમ ઉપયોગ કરવો.

3) જમ્મુ-કાશ્મીરના પ્રાદેશિક વિકાસને વેગ આપવો.

4) પાકિસ્તાન અત્યાર સુધી ભારતના પાણીનો જે મફતમાં અને અનુચિત ફાયદો ઉઠાવી રહ્યું હતું, તેને રોકવો.

પાકિસ્તાનનો વિરોધ અને સિંધુ જળ સંધિ

ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા કે તેની સમીક્ષા કરવા જે પગલાં લીધા છે, તેનાથી કાશ્મીરમાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તેના આ પ્રોજેક્ટ્સ સંધિના નિયમોનું પાલન કરીને જ બનાવવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ, પાકિસ્તાન આરોપ લગાવી રહ્યું છે કે ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા શેરી રહેમાને કહ્યું છે કે, "સિંધુ જળ સંધિને એકતરફી રીતે તોડી શકાય નહીં અને આ પાકિસ્તાનના પાણીના અધિકારોનું ઉલ્લંઘન છે." જોકે, ભારત હવે પોતાની જરૂરિયાતો અને હક માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો-Gold Investment: શું સોનું હવે માત્ર ઘરેણું નથી રહ્યું? 86% ભારતીયો માને છે આને 'વેલ્થ'નો મોટો હિસ્સો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 08, 2026 3:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.