બાંગ્લાદેશની વચગાળાની સરકારે બુધવારે દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી પાંખ બાંગ્લાદેશ ઇસ્લામી છાત્ર શિબીર પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ શેખ હસીનાની સરકારે આ પાકિસ્તાન તરફી સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને પક્ષ અને તેના તમામ સંગઠનો પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાની જાહેરાત કરી છે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જમાત-એ-ઈસ્લામી અને તેની સાથે જોડાયેલા સંગઠનો બાંગ્લાદેશમાં આતંકવાદ અને હિંસાના કૃત્યોમાં સામેલ હોવાના કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. વધુમાં જણાવવામાં આવ્યું છે કે વચગાળાની સરકાર માને છે કે બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામી અને તેના સંગઠનો કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ નથી.