ઇઝરાયલ દ્વારા તહેરાન સામે જવાબી કાર્યવાહી કરવાની તૈયારી વચ્ચે ઈરાનનું મોટું નિવેદન આવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે કહ્યું કે તેઓ પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. કારણ કે ઈરાનને બચાવવા માટે "કોઈ રેડ લાઇન" નથી. ઈરાન તેના કટ્ટર દુશ્મન ઈઝરાયલના કોઈપણ વળતા હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબરના રોજ ઈરાને એક સાથે 180 મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારથી ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે.