Israel palestine War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. હવે ન્યૂયોર્ક ટાઈમ્સે શનિવારે ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈઝરાયેલ ગાઝા પર કબજો કરવા અને હમાસને સંપૂર્ણપણે ખતમ કરવા હજારો સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, 2006ના લેબનોન યુદ્ધ પછી આ સૌથી મોટો ઈઝરાયેલ હુમલો હશે. આમાં ઈઝરાયેલની સેના ગાઝાના કેટલાક ભાગોને પણ કબજે કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ આર્મીના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેથી સૈનિકો આતંકીઓને વધુ સરળતાથી ઠાર કરી શકે. સૈનિકોનું ધ્યાન હમાસના નેતા યાહ્યા સિનવારને મારવા પર રહેશે. પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચે કહ્યું કે અમારી નજર તેમના પર છે. તે ચાલતો મૃત માણસ છે. આપણે ત્યાં ચોક્કસ પહોંચીશું.

