Israel Hamas War: ઈઝરાયેલની સેનાનો મોટો દાવો, હમાસ એરફોર્સ ચીફ અબુ મુરાદને એર સ્ટ્રાઈકમાં કર્યો ઠાર
Israel Hamas War: ઇઝરાયલી દળોનો દાવો છે કે અબુ મુરાદે ગયા અઠવાડિયે હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા નરસંહારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુરાદ હેન્ડ ગ્લાઈડરનો ઉપયોગ કરીને ઈઝરાયેલમાં ઘૂસેલા આતંકવાદીઓને ઓર્ડર આપતો હતો. ઇઝરાયલી દળોનું કહેવું છે કે હમાસ સાથે જોડાયેલી જગ્યાઓને આખી રાત નિશાન બનાવવામાં આવી હતી. હમાસે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ પર સૌથી ખતરનાક હુમલો કર્યો છે.
Israel Hamas War: હમાસે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ પર સૌથી ખતરનાક હુમલો કર્યો છે.
Israel Hamas War: હમાસ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેણે ગાઝા પટ્ટીમાં હમાસ એરફોર્સ ચીફ અબુ મુરાદને હવાઈ હુમલામાં માર્યો છે. ઈઝરાયેલના સંરક્ષણ દળના જણાવ્યા અનુસાર, તેઓએ અબુ મુરાદના મુખ્યાલયને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. અબુ મુરાદે આ હેડક્વાર્ટરથી હમાસની તમામ હવાઈ ગતિવિધિઓનું નિરીક્ષણ અને સંકલન કર્યું હતું.
ઈઝરાયેલ પર હુમલો કરવામાં મુરાદે મહત્વની ભૂમિકા ભજવી હતી
ઇઝરાયલી દળોનો દાવો છે કે અબુ મુરાદે ગયા અઠવાડિયે હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા નરસંહારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુરાદ હેન્ડ ગ્લાઈડરનો ઉપયોગ કરીને ઈઝરાયેલમાં ઘૂસેલા આતંકવાદીઓને ઓર્ડર આપતો હતો. ઇઝરાયલી દળોનું કહેવું છે કે હમાસ સાથે જોડાયેલી જગ્યાઓને આખી રાત નિશાન બનાવવામાં આવી હતી. હમાસે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ પર સૌથી ખતરનાક હુમલો કર્યો છે.
ઇઝરાયલે હમાસને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગયા અઠવાડિયે રવિવારે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. ઈઝરાયેલે પ્રતિજ્ઞા લીધી છે કે તે હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરી દેશે. ઇઝરાયેલની સેનાએ હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાના ઇરાદા સાથે જમીની હુમલા પણ શરૂ કરી દીધા છે. નેતન્યાહુએ ટીવી દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા હમાસને ખતમ કરવાના પોતાના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. ઇઝરાયેલ પણ છેલ્લા કેટલાક દિવસોથી હમાસ પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે.
હજારો ઇઝરાયેલ નાગરિકો માર્યા ગયા
ઈઝરાયેલ પર હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1300થી વધુ ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા છે. શુક્રવારે ઈઝરાયલે ગાઝાના રહેવાસીઓને વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી હતી. નેતન્યાહુએ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. હમાસ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર ગાઝાથી રવાના થઈ રહેલા કાફલા પર હવાઈ હુમલામાં 70 નાગરિકોના મોત થયા છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. યુનાઈટેડ નેશન્સે પણ કહ્યું હતું કે ગાઝાને ખાલી કરવાના આદેશના ગંભીર પરિણામો આવી શકે છે.