5G હજી વિશ્વના ઘણા ભાગોમાં યોગ્ય રીતે પહોંચી શક્યું નથી, પરંતુ એવું લાગે છે કે જાપાને 6G માટે તૈયારી શરૂ કરી દીધી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જાપાનના એક કન્સોર્ટિયમે તાજેતરમાં વિશ્વનું પ્રથમ હાઇ-સ્પીડ 6G પ્રોટોટાઇપ ડિવાઇસ રજૂ કર્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 100 ગીગાબીટ પ્રતિ સેકન્ડ (Gbps)ની સ્પિડે 330 ફૂટથી વધુના અંતરે ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. આ સ્પીડ હાલના 5G પ્રોસેસર્સ કરતાં 20 ગણી સ્પિડી છે અને તેની એકંદર સ્પીડ સરેરાશ 5G ફોન સ્પીડ કરતાં 500 ગણી સ્પિડી છે.

