Monsoon Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને તેની આગાહી જાહેર કરી છે. IMDએ કહ્યું કે જૂનમાં ભારતમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMDએ કહ્યું કે જૂનથી સપ્ટેમ્બર સુધી ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહી શકે છે.



