ભારત સરકારે દેશમાં પ્રથમ વખત માસિક ધોરણે બેરોજગારીના આંકડા જાહેર કર્યા છે. સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા ગુરુવારે રજૂ કરાયેલા આંકડા અનુસાર, એપ્રિલ 2025 દરમિયાન દેશનો બેરોજગારી દર 5.1 ટકા રહ્યો હતો. આ માહિતી વર્તમાન સાપ્તાહિક સ્થિતિ (CWS)ના આધારે એકત્રિત કરવામાં આવી છે, જેમાં સર્વેની તારીખથી પહેલાના સાત દિવસની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.