Get App

હવે વિદેશમાં બેઠેલા ગુનેગારો નહીં રહે સુરક્ષિત, ગૃહમંત્રી શાહ કરશે 'ભારતપોલ' લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામ

ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ‘ભારતપોલ' લોન્ચ કર્યું છે. વિશ્વ પ્રસિદ્ધ એજન્સી ઈન્ટરપોલની તર્જ પર ભારતપોલની રચના કરવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 07, 2025 પર 11:26 AM
હવે વિદેશમાં બેઠેલા ગુનેગારો નહીં રહે સુરક્ષિત, ગૃહમંત્રી શાહ કરશે 'ભારતપોલ' લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામહવે વિદેશમાં બેઠેલા ગુનેગારો નહીં રહે સુરક્ષિત, ગૃહમંત્રી શાહ કરશે 'ભારતપોલ' લોન્ચ, જાણો કેવી રીતે કરશે કામ
ભારતપોલ પોર્ટલ કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, નાર્કો અથવા સાયબર ક્રાઈમ માટે વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનાવશે.

Amit Shah Bharatpol: વિદેશમાં છુપાયેલા વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે ભારત સરકાર 'ભારતપોલ' લઈને આવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે સવારે 10.30 વાગ્યે ભારત મંડપમ ખાતે ભારતપોલનું ઉદ્ઘાટન કર્યું છે. આપને જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ ઈન્ટરપોલની તર્જ પર સીબીઆઈએ ભારતપોલ નામનું એક કોમન પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલમાં તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓ જેવી કે CBI, ED, NIA અને તમામ રાજ્યોની પોલીસ સામેલ હશે. ચાલો જાણીએ ભરતપોલ શું કામ કરશે.

ભારતપોલથી શું ફાયદો થશે?

ભારતપોલ પોર્ટલ કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, નાર્કો અથવા સાયબર ક્રાઈમ માટે વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનાવશે. ભારતપોલ દ્વારા તમામ કેન્દ્રીય એજન્સીઓ અને વિવિધ રાજ્યોની પોલીસ સીધી રીતે એકબીજા સાથે જોડાશે અને તેમની વચ્ચે સારો તાલમેલ રહેશે.

અત્યાર સુધીનું કામ કેવી રીતે થયું?

બધા સમાચાર

+ વધુુ વાંચો