India Canada Controversy: ભારત અને કેનેડા વચ્ચે બગડતી પરિસ્થિતિ વચ્ચે, કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર લગાવવામાં આવેલા ભારતીય રાજદ્વારીઓની હત્યાની અપીલ કરતા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક અધિકારીઓએ પણ દરમિયાનગીરી કરી હતી. આ વર્ષે જૂનમાં જ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ અંગે ભારત પર આરોપ લગાવ્યો હતો.



