RBI Annual Report: રિઝર્વ બેન્કે તેનો વાર્ષિક અહેવાલ 30 મેના રોજ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022-2023માં જોગવાઈઓ અને વિદેશી હૂંડિયામણમાં રેકોર્ડ વધારો થયો છે. આરબીઆઈએ 2022-2023માં 1.31 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. જે 2021-22માં એક વર્ષ પહેલા કરતા 14 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન, વિદેશી વિનિમય વ્યવહારોથી આરબીઆઈનો લાભ 50 ટકા વધીને રૂપિયા 1.03 લાખ કરોડ થયો છે. વધુ નફાને કારણે RBI હવે કેન્દ્ર સરકારને રૂપિયા 87,416 કરોડનું ડિવિડન્ડ ટ્રાન્સફર કરી શકશે. આ બજેટમાં નિર્ધારિત રકમ કરતાં વધુ છે.



