Gujarat news: દાહોદના રોઝમ ગામે નિર્માણાધીન ટાંકી ધરાશાયી, 3 શ્રમિકોના મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત | Moneycontrol Gujarati
Get App

Gujarat news: દાહોદના રોઝમ ગામે નિર્માણાધીન ટાંકી ધરાશાયી, 3 શ્રમિકોના મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત

Dahod: દાહોદમાં ટાંકી ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. રોઝમ ગામે પાણી પુરવઠાની નિર્માણાધીન ટાંકી ધરાશાયી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમા કામ કરી રહેલા ત્રણ શ્રમીકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 8થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા.

અપડેટેડ 01:23:18 PM Sep 15, 2023 પર
Story continues below Advertisement
Dahod: કામ કરી રહેલા ત્રણ શ્રમીકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે

Dahod: દાહોદના રોઝમ ગામે પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધિન ટાંકી ધરાશાયી થઈ, જેમા કાટમાળ નીચે દબાવાથી ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નિર્માણાધિન ટાંકીનો ત્રીજો સ્લેબ ધરાશાયી થયો હતો. 10 થી વધુ મજૂરો દબાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

બચાવ કાર્ય પૂરજોશમાં

તમામ ઈજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ રહ્યુ છે. પોલીસ અને 108 ઈમરજન્સી તેમજ ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને કાટમાળ નીચે દબાયેલા શ્રમીકોની રેસક્યુ કામગીરી હાથ ધરી છે.


હજુ 3ની હાલત ગભીર

5 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર છે. ફાયરના જવાનો દ્વારા ધરાશાયી ટાંકીનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામ પરિસ્થિતિની પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો - Birth Certificate: હવે આધાર-ડ્રાઇવિંગ લાયસન્સ માટે માત્ર આ ડોક્યુમેન્ટની પડશે જરૂર, બદલાઈ રહ્યાં છે નિયમ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2023 1:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.