Pakistan-Bangladesh trade: બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ દેશની દિશા બદલાઈ ગઈ છે. બાંગ્લાદેશ હવે ભારતને બદલે પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે. તાજેતરમાં, બાંગ્લાદેશે પાકિસ્તાનથી આવતા માલસામાનને લઈને મંજૂરી આપી હતી કે ત્યાંથી આવતા કાર્ગોની કોઈ ભૌતિક તપાસ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, હવે બંને દેશો વચ્ચે સીધો વેપાર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. 1971 પછી આ પ્રથમ વખત છે જ્યારે સરકાર દ્વારા માન્ય સામાન પાકિસ્તાનથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો છે. આ માલવાહક જહાજ કરાચીના કાસિમ પોર્ટથી રવાના થયું છે. બાંગ્લાદેશનું નિર્માણ 1971માં થયું હતું અને ત્યારથી અત્યાર સુધી તેનો પાકિસ્તાન સાથે સીધો વેપાર ક્યારેય થયો નથી. આવી સ્થિતિમાં આ ફેરફાર ઘણો મોટો માનવામાં આવે છે.