Unemployment Rate Falls: દેશમાં બેરોજગારી દર 6 મહિનાના સૌથી નીચલા સ્તરે, ગામડાઓમાં નોકરીની તકો વધી | Moneycontrol Gujarati
Get App

Unemployment Rate Falls: દેશમાં બેરોજગારી દર 6 મહિનાના સૌથી નીચલા સ્તરે, ગામડાઓમાં નોકરીની તકો વધી

દેશમાં ઓગસ્ટ મહિનામાં બેરોજગારી દર ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે, જે 6 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. ગામડાઓમાં મહિલાઓ અને પુરુષો માટે નોકરીની તકોમાં મોટો વધારો થયો છે. જાણો લેટેસ્ટ રિપોર્ટ.

અપડેટેડ 06:43:18 PM Sep 15, 2026 પર
Story continues below Advertisement
ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર ઓગસ્ટમાં ઘટીને 4.1 ટકા પર આવી ગયો છે, જે જુલાઈમાં 4.5 ટકા હતો. જાન્યુઆરી 2026 પછી ગ્રામીણ બેરોજગારીનું આ સૌથી નીચલું સ્તર છે.

Unemployment Rate Falls : દેશના યુવાનો અને અર્થતંત્ર માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં બેરોજગારીના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા નવા આંકડાઓ મુજબ, ઓગસ્ટ મહિનામાં ભારતનો બેરોજગારી દર ઘટીને 5 ટકા થઈ ગયો છે.

આ આંકડો છેલ્લા 6 મહિનાનું (ફેબ્રુઆરી 2026 પછીનું) સૌથી નીચલું સ્તર છે. અગાઉ જુલાઈ મહિનામાં આ દર 5.1 ટકા હતો. બેરોજગારી ઘટવા પાછળનું સૌથી મોટું કારણ ગામડાઓમાં રોજગારીની વધતી તકો છે. જોકે, શહેરોમાં સ્થિતિ થોડી ચિંતાજનક છે. ચાલો આ આંકડાઓને વિગતે સમજીએ.

ગામડાઓમાં નોકરીઓ વધી, શહેરોમાં સ્થિતિ વિપરીત

ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર ઓગસ્ટમાં ઘટીને 4.1 ટકા પર આવી ગયો છે, જે જુલાઈમાં 4.5 ટકા હતો. જાન્યુઆરી 2026 પછી ગ્રામીણ બેરોજગારીનું આ સૌથી નીચલું સ્તર છે. શહેરોમાં ચિત્ર થોડું અલગ જોવા મળ્યું છે. શહેરી બેરોજગારી દર જુલાઈના 6.7 ટકાથી વધીને ઓગસ્ટમાં 6.8 ટકા થઈ ગયો છે. ટૂંકમાં કહીએ તો, દેશના કુલ બેરોજગારી દરમાં જે ઘટાડો આવ્યો છે, તેનો મોટો શ્રેય ગામડાઓને જાય છે.

કામ શોધનારા લોકો અને મહિલાઓની ભાગીદારી વધી


બેરોજગારી ઘટવાની સાથે લેબર માર્કેટમાં લોકોની ભાગીદારી પણ વધી છે. ઓગસ્ટમાં તે વધીને 55.6 ટકા થઈ ગઈ છે, જે જુલાઈમાં 55.4 ટકા હતી. LFPR એ દર્શાવે છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તીમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે અથવા તો કામની શોધમાં છે.

મહિલાઓની વાત કરીએ તો, તેમના માટે પણ બજારમાં સારી તકો ઊભી થઈ છે,,ઓગસ્ટમાં કુલ મહિલા LFPR 34.4 ટકાથી વધીને 34.8 ટકા થયો છે. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની ભાગીદારીમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. તેમનો આંકડો 38.8 ટકાથી વધીને 39.4 ટકા થયો છે. જોકે, શહેરોમાં મહિલાઓની ભાગીદારી 25.4 ટકા પર લગભગ સ્થિર રહી છે.

ગામડામાં પુરુષો અને મહિલાઓ બંનેને ફાયદો

રોજગાર મળવાની આ સારી સ્થિતિ માત્ર પુરુષો પૂરતી સીમિત નથી રહી. ગામડાઓમાં પુરુષોનો બેરોજગારી દર 4.6 ટકાથી ઘટીને 4.3 ટકા થયો છે. જ્યારે ગ્રામીણ મહિલાઓનો બેરોજગારી દર પણ 4.3 ટકાથી ઘટીને 3.9 ટકા થઈ ગયો છે. બીજી તરફ, શહેરી પુરુષોમાં બેરોજગારી દર 5.9 ટકાથી વધીને 6.1 ટકા થયો છે.

એક વર્ષમાં ગ્રામીણ રોજગારમાં કેવો રહ્યો સુધારો?

જો આપણે ઓગસ્ટ 2025 ના આંકડાઓ સાથે સરખામણી કરીએ, તો પણ રોજગાર બજારમાં મોટો સુધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા દેશનો કુલ LFPR 55 ટકા હતો, જે હવે વધીને 55.6 ટકા થયો છે. જ્યારે મહિલાઓની કામમાં ભાગીદારીમાં 1.1 ટકાનો વધારો નોંધાયો છે. કામ કરવા વાળી વસ્તીનો ગુણોત્તર પણ ઓગસ્ટમાં વધીને 52.8 ટકા થયો છે, જે માર્ચ 2026 પછીનું સૌથી ઊંચું સ્તર છે.

કેવી રીતે નક્કી થાય છે આ બેરોજગારી દર?

તમને જણાવી દઈએ કે, PLFSના આ માસિક આંકડાના આધારે તૈયાર કરવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિ રોજગારમાં છે કે નહીં, તે જાણવા માટે સર્વે કરતા પહેલાના 7 દિવસની તેમની કામગીરીને આધાર બનાવવામાં આવે છે.

આ પણ વાંચો-ચારધામ યાત્રીઓ માટે મોટી ખુશખબર, દિલ્હીથી ઋષિકેશ પહોંચતા લાગશે માત્ર 2.5 કલાક, મેગા પ્રોજેક્ટનું 75% કામ પૂર્ણ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2026 6:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.