US-India Tariff : યુએસ સાંસદ ગ્રેગરી મીક્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા મનસ્વી ટેરિફ બંને દેશો વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધો માટે ખતરો છે. ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા ગુરુવારે યુએસ સાંસદ ગ્રેગરી મીક્સને મળ્યા હતા. આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને પણ અસર કરી છે. ગ્રેગરી મીક્સ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ફોરેન અફેર્સ કમિટીના સભ્ય પણ છે.