Weather Updates: ચોમાસાએ દેશના ઘણા રાજ્યોમાં વિનાશ વેરવાનું ચાલુ રાખ્યું છે. હવામાન વિભાગે પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ તટ અને તેની આસપાસના મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ વધુ તીવ્ર થવાની સંભાવના છે

