7th Pay Commission: જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓનું DA 46% થશે! પગારમાં થશે બમ્પર વધારો - 7th pay commission government employees will get salary hike da dearness allowance in july | Moneycontrol Gujarati
Get App

7th Pay Commission: જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓનું DA 46% થશે! પગારમાં થશે બમ્પર વધારો

જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમારા માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈમાં સારા સમાચાર મળી શકે છે. 7મા પગારપંચ હેઠળ સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં જુલાઈ મહિનામાં વધારો કરી શકે છે.

અપડેટેડ 11:33:54 AM May 12, 2023 પર
Story continues below Advertisement
એવી અપેક્ષા છે કે સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓનો DA 42 ટકાથી વધીને 46 ટકા થઈ શકે છે.

7th Pay Commission: જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમારા માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈમાં સારા સમાચાર મળી શકે છે. 7મા પગારપંચ હેઠળ સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં જુલાઈ મહિનામાં વધારો કરી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓનો DA 42 ટકાથી વધીને 46 ટકા થઈ શકે છે.

કર્મચારીઓના ડીએમાં 46 ટકાનો વધારો કરાશે

તમને જણાવી દઈએ કે જ્યારે કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું 34 ટકા હતું, ત્યારે સરકારે પહેલીવાર ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો. જે બાદ કર્મચારીઓને મળતું ડીએ વધારીને 38 ટકા કરવામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર સરકારે કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરીને 42 ટકા કરી દીધો છે. હવે ફરી એકવાર જુલાઈમાં ડીએ વધારીને 46 ટકા કરવામાં આવે તેવી ધારણા છે.


AICPIએ રિપોર્ટ કર્યો જાહેર

ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર જુલાઈ મહિનામાં ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. AICPIના આંકડા હજુ આવવાના બાકી છે.

27,000 રૂપિયાનો થશે વધારો

તમને જણાવી દઈએ કે જો કોઈ કર્મચારીની બેઝિક સેલેરી 18,000 રૂપિયા છે, તો તેના પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે, એટલે કે કર્મચારીઓના પગારમાં વાર્ષિક 8640 રૂપિયાનો વધારો થશે. બીજી તરફ, જો કર્મચારીઓની બેઝિક દર મહિને રૂપિયા 56,900 છે, તો જુલાઈમાં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો પગારમાં દર મહિને 2,276નો વધારો થશે. એટલે કે  વાર્ષિક ધોરણે રૂપિયા 27,312 વધશે.

આ પણ વાંચો - પોસ્ટ ઓફિસની KVP સ્કીમમાં જમા રકમ થાય છે ડબલ, જાણો કેટલું મળે છે વળતર

MoneyControl News

MoneyControl News

First Published: May 12, 2023 11:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.