8th Pay Commission લાગુ થવામાં જો 20 મહિનાનો વિલંબ થાય તો કેન્દ્રીય કર્મચારીઓને એરિયર તરીકે 14 લાખ રૂપિયા સુધીની મોટી રકમ મળી શકે છે. જાણો લેવલ મુજબની સંપૂર્ણ ગણતરી.
સીધો નિયમ છે કે, પગાર પંચ લાગુ થવામાં જેટલો સમય લાગશે, તેટલી જ બાકી નીકળતી રકમ એટલે કે એરિયરની રકમ મોટી થતી જશે.
8th Pay Commission: 8માં પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. જોકે પગાર પંચની જાહેરાતને લઈને રાહ લાંબી થઈ રહી છે, પરંતુ આ વિલંબ પાછળ એક મોટો ફાયદો છુપાયેલો છે. રિપોર્ટ્સ અને નિષ્ણાતોના આકલન મુજબ, જો પગાર પંચની ભલામણો લાગુ કરવામાં વિલંબ થાય છે, તો કર્મચારીઓને એરિયરના રૂપમાં લાખો રૂપિયાની માતબર રકમ એકસાથે મળશે.
અંદાજ મુજબ, જો 8મું પગાર પંચ લાગુ થવામાં 20 મહિનાનો સમય લાગે છે, તો લેવલ 7 ના કર્મચારીઓને 20 મહિનાના એરિયર તરીકે 14 લાખ રૂપિયાથી વધુની મોટી રકમ એકસાથે મળી શકે છે. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે લેવલ 4 થી લેવલ 7 ના કર્મચારીઓને એરિયર તરીકે કેટલા રૂપિયા મળી શકે છે.
શા માટે વધી રહ્યો છે એરિયરનો આંકડો?
સીધો નિયમ છે કે, પગાર પંચ લાગુ થવામાં જેટલો સમય લાગશે, તેટલી જ બાકી નીકળતી રકમ એટલે કે એરિયરની રકમ મોટી થતી જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8માં પગાર પંચની ભલામણોને સંપૂર્ણપણે લાગુ થવામાં લગભગ 20 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે. જો સરકાર 2.57ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે બેઝિક સેલરીમાં વધારો કરે છે, તો દર મહિનાના મૂળ પગારમાં મોટો ઉછાળો આવશે અને આ વધારાનો સીધો ફાયદો મોટા એરિયર તરીકે મળશે.
અલગ-અલગ પે-લેવલ મુજબ એરિયરનું ગણિત
જો 20 મહિનાના વિલંબને ગણતરીમાં લઈએ, તો બેઝિક સેલરીના વધારા મુજબ અલગ-અલગ લેવલના કર્મચારીઓને અંદાજિત આટલું એરિયર મળી શકે છે:
લેવલ 6 ના કર્મચારીઓના બેઝિક પગારના વધારા મુજબ 20 મહિનાનું અંદાજિત એરિયર 11.11 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
લેવલ 5 - 9.13 લાખ રૂપિયા સુધીનું એરિયર
હાલનો બેઝિક પગાર: 29,200 રૂપિયા
20 મહિનાના તફાવતના આધારે લેવલ 5 ના કર્મચારીઓનું અંદાજિત એરિયર લગભગ 9.13 લાખ રૂપિયા થાય છે.
લેવલ 4 - 8 લાખ રૂપિયા સુધીનું એરિયર
હાલનો બેઝિક પગાર: 25,000 રૂપિયા
આ બેઝિક પગારના આધારે 20 મહિનાનું એરિયર લગભગ 8 લાખ રૂપિયા સુધીનું બની શકે છે.
શું 14 લાખ રૂપિયાની આ રકમ ફાઈનલ છે?
કર્મચારીઓએ ખાસ નોંધ લેવી કે ઉપર જણાવેલ 14.09 લાખ રૂપિયાનો આંકડો માત્ર 'બેઝિક સેલરી'ના તફાવત પર આધારિત છે. આ ગણતરીમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), ટ્રાવેલિંગ એલાઉન્સ (TA) અથવા મોંઘવારી ભથ્થા (DA) ના એરિયરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
આ એક અંદાજિત ગણતરી છે. અંતિમ એરિયરની રકમ સરકાર દ્વારા કયું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે, અમલીકરણની સત્તાવાર તારીખ કઈ છે અને ખરેખર કેટલા મહિનાનો વિલંબ થયો છે, તેના પર નિર્ભર રહેશે. છતાં, જો વિલંબ થશે તો કર્મચારીઓના ખાતામાં એક મોટી રકમ જમા થવી નિશ્ચિત છે.