Bank Holiday in April 2023: એપ્રિલમાં બેન્કો 15 દિવસ બંધ રહેશે, ચેક કરી લો રજાઓનું લિસ્ટ - bank holiday in april 2023 eid mahavir jayanti good friday bank will close 15 days in april month | Moneycontrol Gujarati
Get App

Bank Holiday in April 2023: એપ્રિલમાં બેન્કો 15 દિવસ બંધ રહેશે, ચેક કરી લો રજાઓનું લિસ્ટ

Bank Holiday in April 2023: એપ્રિલ મહિનામાં વિવિધ રાજ્યોમાં બેન્કો કુલ 15 દિવસ માટે બંધ રહેશે. આ મહિનો ઘણી બેન્ક માટે રજાઓથી ભરેલો છે. એપ્રિલમાં ઈદ, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે અને આંબેડકર જયંતિ જેવા ઘણા તહેવારો અને જન્મજયંતિ આવે છે જેના કારણે બેન્કો ઘણા દિવસો સુધી બંધ રહેશે.

અપડેટેડ 10:28:03 AM Mar 22, 2023 પર
Story continues below Advertisement

Bank Holiday in April 2023: એપ્રિલ મહિનામાં વિવિધ રાજ્યોમાં કુલ 15 દિવસ બેન્કો બંધ રહેશે. આ મહિનો ઘણી બેન્ક માટે રજાઓથી ભરેલો છે. એપ્રિલમાં ઈદ, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે અને આંબેડકર જયંતી જેવા ઘણા તહેવારો અને જન્મજયંતિ છે જેના કારણે બેન્કો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જો તમારે પણ કોઈ કામ પતાવવા માટે બેન્ક જવું હોય તો આ લિસ્ટ ચોક્કસ જુઓ.

એપ્રિલ 2023માં બેન્કો 15 દિવસ બંધ રહેશે

1. એપ્રિલ 1, 2023 - આઈઝોલ, શિલોંગ, શિમલા અને ચંદીગઢ સિવાય સમગ્ર દેશમાં વાર્ષિક બંધને કારણે બેન્કો બંધ રહેશે.


2. એપ્રિલ 2, 2023- રવિવારના રોજ દેશભરની બેન્કોમાં રજા

3. 4 એપ્રિલ, 2023- મહાવીર જયંતિના કારણે ઘણા શહેરોમાં બેન્કો બંધ રહેશે.

4. 5 એપ્રિલ, 2023 - બાબુ જગજીવન રામની જન્મજયંતિને કારણે હૈદરાબાદમાં બેન્કો બંધ રહેશે.

5. 7 એપ્રિલ, 2023 - ગુડ ફ્રાઈડેને કારણે અગરતલા, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.

6. 8 એપ્રિલ, 2023- બીજા શનિવારને કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.

7. 9 એપ્રિલ, 2023- રવિવારના રોજ દેશભરની બેન્કોમાં રજા છે.

8. 14 એપ્રિલ 2023 - ડૉ. બાબાસાહેબ આંબેડકરને કારણે આઈઝોલ, ભોપાલ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલા સિવાય સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.

9. 15 એપ્રિલ 2023- અગરતલા, ગુવાહાટી, કોચી, કોલકાતા, શિમલા અને તિરુવનંતપુરમમાં વિશુ, બોહાગ બિહુ, હિમાચલ દિવસ અને બંગાળી નવા વર્ષને કારણે બેન્કો બંધ રહેશે.

10. 16 એપ્રિલ 2023 - રવિવારે દેશભરની બેન્કોમાં રજા છે.

11. 18 એપ્રિલ, 2023 - જમ્મુ અને શ્રીનગરમાં શબ-એ-કદરના કારણે બેન્કો બંધ રહેશે.

12. 21 એપ્રિલ, 2023- ઈદ-ઉલ-ફિત્રના કારણે અગરતલા, જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેન્કો બંધ રહેશે.

13. 22 એપ્રિલ 2023- ઈદ અને ચોથા શનિવારને કારણે ઘણી જગ્યાએ બેન્કો બંધ રહેશે.

14. 23 એપ્રિલ 2023 - રવિવારે દેશભરની બેન્કોમાં રજા છે.

15. 30 એપ્રિલ 2023- રવિવારે દેશભરની બેન્કોમાં રજા છે.

આ પણ વાંચો - Covid-19:લાંબા સમયથી કોરોનાની પકડમાં રહેલા લોકોની યાદશક્તિને અસર ! ચહેરા અને રસ્તાઓ ઓળખવામાં મુશ્કેલી

MoneyControl News

MoneyControl News

First Published: Mar 22, 2023 10:28 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.