Get App

Bank Strike વચ્ચે ગ્રાહકોને રાહત! 3 દિવસની હડતાળ દરમિયાન સરકારી બેંકોના ATM રહેશે ચાલુ

28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સરકારી બેંકોની ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. SBI, PNB, Bank of Baroda સહિતની કેટલીક સરકારી બેંકોએ હડતાળ દરમિયાન ફ્રી લિમિટ પૂરી થયા બાદ પણ ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, ગ્રાહકોની સુવિધા માટે 27 સપ્ટેમ્બર, રવિવારે સરકારી બેંકોની શાખાઓ ખુલ્લી રહેશે. હડતાળ દરમિયાન UPI, મોબાઇલ અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકાશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2026 પર 12:13 PM
Bank Strike વચ્ચે ગ્રાહકોને રાહત! 3 દિવસની હડતાળ દરમિયાન સરકારી બેંકોના ATM રહેશે ચાલુBank Strike વચ્ચે ગ્રાહકોને રાહત! 3 દિવસની હડતાળ દરમિયાન સરકારી બેંકોના ATM રહેશે ચાલુ
Bank Strike વચ્ચે ગ્રાહકોને મોટી રાહત! 28થી 30 સપ્ટેમ્બર સુધી ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ, 27 સપ્ટેમ્બરે પણ સરકારી બેંકોની શાખાઓ ખુલ્લી રહેશે.

Bank Strike: દેશની સરકારી બેંકોમાં 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. 5-ડે બેંકિંગ અને જૂની પેન્શન સ્કીમ (OPS) સહિતની માંગણીઓને લઈને આ હડતાળ બોલાવવામાં આવી છે. હડતાળ દરમિયાન સામાન્ય ગ્રાહકોને રોકડ ઉપાડવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારી બેંકોએ મહત્વનો નિર્ણય લીધો છે.

28 થી 30 સપ્ટેમ્બર સુધી ATM ચાર્જ નહીં લાગે

SBI, PNB, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક સહિતની સરકારી બેંકોએ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય હેઠળ ગ્રાહકો દેશના કોઈપણ બેંકના ATMમાંથી કેટલીય વખત રોકડ ઉપાડી શકશે અને ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થયા બાદ પણ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે.

બધા સમાચાર

+ વધુુ વાંચો