દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે એક મોટા અને અગત્યના સમાચાર છે. જો તમારું ખાતું પણ SBI માં છે, તો 1 ઓક્ટોબરથી બેંકની બ્રાન્ચમાં જઈને રોકડ ઉપાડવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. બેંકે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ નક્કી કરી દીધી છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. બેંકના નવા સર્ક્યુલર મુજબ, આ નિયમો 1 ઓક્ટોબરથી આખા દેશમાં લાગુ થઈ જશે.

