EPFO news: સરકાર ટૂંક સમયમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકોને એક મોટા ખુશખબર આપવા જઈ રહી છે. સરકાર હવે EPFO માટે 'ઇન્ટેસ્ટ સ્ટેબિલાઇઝેશન રિઝર્વ ફંડ' બનાવવાનું વિચારી રહી છે. તેનો ઉદ્દેશ્ય કરોડો EPFO સભ્યોને તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) યોગદાન પર નિશ્ચિત વ્યાજ દર પૂરો પાડવાનો છે.
સરકાર આ મોટું પગલું ઉઠાવી રહી છે
તમને નિશ્ચિત વ્યાજ દર મળશે!
આ યોજના હેઠળ, વધારાનું વ્યાજ રિઝર્વ ફંડમાં જમા કરવામાં આવશે, જેનાથી EPFOની વ્યાજ આવકમાં ઘટાડો થાય તો પણ કસ્ટમર્સને નિશ્ચિત વ્યાજ દર મળે તે સુનિશ્ચિત થશે. આ પગલાથી બજારના વધઘટને કારણે વ્યાજ દરોમાં તીવ્ર ફેરફારો ઘટશે. આ પહેલ હજુ તેના પ્રારંભિક તબક્કામાં હોવા છતાં, આ વર્ષના અંત સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પાસેથી મંજૂરી મળ્યા પછી તેને 2026-27 થી લાગુ કરી શકાય છે.
એ પણ નોંધવું મહત્વપૂર્ણ છે કે EPFO ના વ્યાજ દરો વર્ષોથી બદલાયા છે. 1952-53માં તે 3% હતો, જે 1989-90માં વધીને 12% થયો. આ વ્યાજ દર અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ પછી આ દર ઘટીને 9.5% (2001-02) અને પછી 8.5% (2005-06) થયો. 2010-11માં વ્યાજ દર ફરી વધીને 9.5% થયો પરંતુ 2011-12માં તે ઘટીને 8.25% થયો અને 2021-22માં તે 8.10% થયો. હાલમાં 2022-23માં વ્યાજ દર થોડો વધીને 8.15% થયો છે.