Get App

50 વર્ષની ઉંમરે પોતાનું ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું? જાણો ફાઇનાન્સ એક્સપર્ટ્સની સાચી સલાહ

શું 50 વર્ષની ઉંમરે હોમ લોન લઈને નવું ઘર ખરીદવું સમજદારી છે કે પછી ભાડાના મકાનમાં રહેવું ફાયદાકારક? જાણો રિટાયરમેન્ટ પ્લાનિંગ અને આર્થિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોનો સચોટ મત.

MoneyControl Newsઅપડેટેડ Sep 30, 2026 પર 6:45 PM
50 વર્ષની ઉંમરે પોતાનું ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું? જાણો ફાઇનાન્સ એક્સપર્ટ્સની સાચી સલાહ50 વર્ષની ઉંમરે પોતાનું ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું? જાણો ફાઇનાન્સ એક્સપર્ટ્સની સાચી સલાહ
ફાઇનાન્સ એક્સપર્ટ્સ માને છે કે, જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો, તો 50 વર્ષ પછી તમારું પૂરું ધ્યાન 'રિટાયરમેન્ટ પ્લાનિંગ' પર હોવું જોઈએ.

પોતાનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ ઉંમર વધવાની સાથે આ સપનું પૂરું કરવું થોડું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષની આસપાસ હોય અને તે હોમ લોન લઈને ઘર ખરીદવાનું વિચારતો હોય. આવા સમયે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે, શું નોકરી કરતા 50 વર્ષના વ્યક્તિએ નવું ઘર ખરીદવું જોઈએ કે પછી ભાડાના ઘરમાં રહેવું વધુ યોગ્ય છે? ચાલો સમજીએ આર્થિક નિષ્ણાતો આ વિશે શું કહે છે.

હોમ લોન મેળવવામાં આવે છે મુશ્કેલી

સામાન્ય રીતે લોકો ઘર ખરીદવા માટે 15 થી 20 વર્ષના લાંબા ગાળાની હોમ લોન લેતા હોય છે. પરંતુ જો તમારી ઉંમર 50 વર્ષ થઈ ગઈ છે, તો બેન્કો લાંબા ગાળાની લોન આપતા ખચકાય છે.બેન્ક લોન પાસ કરતા પહેલા તમારી નિવૃત્તિની ઉંમર જુએ છે. નાની ઉંમરે લોન સરળતાથી મળે છે, પરંતુ મોટી ઉંમરે બેન્કો અનેક શરતો મૂકે છે. ઘણીવાર બેન્ક મકાનની કિંમત કરતા ઘણી ઓછી લોન પાસ કરે છે, જેના કારણે તમારે ખિસ્સામાંથી મોટું 'ડાઉન પેમેન્ટ' ચૂકવવું પડે છે.

માથે હોય છે અનેક કૌટુંબિક જવાબદારીઓ

45 થી 50 વર્ષની ઉંમર જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિ પર આર્થિક જવાબદારીઓ સૌથી વધુ હોય છે.

બાળકોનો ઉચ્ચ અભ્યાસ (હાયર એજ્યુકેશન)

બાળકોના લગ્નનો ખર્ચ

બધા સમાચાર

+ વધુુ વાંચો