Flight ticket cancellation: હવાઈ મુસાફરી કરનારાઓ માટે ખુશખબર! નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી છે. જો તમે ટિકિટ બુક કર્યા પછી 48 કલાકની અંદર તેને રદ કરવા માંગો છો, તો હવે કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. આ સુવિધા ટિકિટમાં તારીખ બદલવા માટે પણ લાગુ પડશે. DGCAના પ્રસ્તાવ મુજબ, મુસાફરોને આ ‘લુક-ઇન’ સમયગાળામાં પૂરી છૂટ મળશે.

