સાવધાન! 1 મેથી બદલાઈ જશે તમારા ખિસ્સા સાથે જોડાયેલા આ 5 મોટા નિયમો, જાણો LPG અને ક્રેડિટ કાર્ડમાં શું થશે ફેરફાર?
Rule Change From 1 May: 1 મે થી દેશમાં LPG ના ભાવ, ક્રેડિટ કાર્ડ ચાર્જિસ અને ઓનલાઇન ગેમિંગ સહિતના 5 મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જાણો આ ફેરફારો તમારા બજેટ પર કેવી અસર કરશે.
Rule Change From 1 May: 1 મે થી દેશમાં LPG ના ભાવ, ક્રેડિટ કાર્ડ ચાર્જિસ અને ઓનલાઇન ગેમિંગ સહિતના 5 મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે.
Rule Change From 1 May: એપ્રિલ મહિનો હવે પૂરો થવાને આરે છે અને મે મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતાના જીવન અને ખિસ્સા પર મોટી અસર પડવા જઈ રહી છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક ફેરફારો થતા હોય છે. આ વખતે 1 મે થી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પાંચ મોટા ફેરફારો અમલમાં આવશે.
જો તમે સમયસર આ ફેરફારો વિશે જાણી લેશો, તો નાણાકીય નુકસાનથી બચી શકશો. ચાલો વિગતવાર જાણીએ કે કઈ 5 બાબતોમાં મોટો બદલાવ આવવાનો છે:
1. LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોઈ ગેસ (LPG)ના નવા ભાવ નક્કી કરે છે. એપ્રિલ મહિનામાં ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જે વધારો જોવા મળ્યો હતો, તેમાં 1 મે ના રોજ સુધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, કંપનીઓ સિલિન્ડર ડિલિવરી માટે OTP (One Time Password) સિસ્ટમને કાયમી ધોરણે ફરજિયાત બનાવી શકે છે અને બુકિંગના લોક-ઇન પિરિયડમાં પણ ફેરફાર આવી શકે છે.
2. વિમાન ઇંધણ (ATF) અને CNG-PNGના દરો
1 મે ના રોજ વિમાન ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના નવા રેટ જાહેર થશે. એપ્રિલમાં ATFના ભાવમાં મોટી વધઘટ જોવા મળી હતી, જેની સીધી અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે. આ સિવાય વાહન ચાલકો માટે CNG અને પાઇપલાઇન દ્વારા મળતા PNG ગેસના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે, જે સામાન્ય માણસના ટ્રાન્સપોર્ટેશન અને રસોડાના બજેટને અસર કરશે.
3. SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં કડકાઈ
જો તમે SBI નું ક્રેડિટ કાર્ડ વાપરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. 1 મે થી SBI કાર્ડ પર લેટ પેમેન્ટ ચાર્જ વધી રહ્યા છે:
100 થી 500 સુધીની બાકી રકમ પર 100 રૂપિયા લેટ ફી લાગશે.
500 થી 1,000 સુધીની બાકી રકમ પર 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
સાથે જ, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક 499 રૂપિયાની ફી માફી મેળવવા માટે જે ખર્ચની મર્યાદા પહેલા 50,000 હતી, તે વધારીને હવે 1 લાખ કરી દેવામાં આવી છે.
4. ઓનલાઇન ગેમિંગ માટે નવા અને કડક નિયમો
ભારત સરકાર હવે ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર લગામ કસવા જઈ રહી છે. આ માટે 'ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા' (OGAI) ની રચના કરવામાં આવશે. 1 મે થી ગેમ્સને ત્રણ ભાગમાં (મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઇ-સ્પોર્ટ્સ) વહેંચવામાં આવશે. પૈસાની લેવડ-દેવડવાળી ગેમ્સ રમાડતા પ્લેટફોર્મ માટે રજીસ્ટ્રેશન હવે ફરજિયાત બનશે, જેથી યુઝર્સના નાણાં સુરક્ષિત રહે.
5. e-KYC અપડેટ કરવાની અંતિમ તારીખ
બેન્ક ગ્રાહકો માટે 1 મે ની તારીખ ખૂબ જ મહત્વની છે. જો તમારા બેન્ક ખાતામાં e-KYC બાકી છે, તો તેને તરત જ પૂર્ણ કરી લો. જો 1 મે સુધીમાં KYC અપડેટ નહીં થાય, તો તમારું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે અને તમે પૈસાની લેવડ-દેવડ નહીં કરી શકો. તમે બેન્ક શાખા પર જઈને અથવા ઘરે બેઠા નેટ બેન્કિંગ કે મોબાઈલ એપ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
1 મે થી થનારા આ ફેરફારોની સીધી અસર તમારા માસિક બજેટ પર પડશે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડના બીલ અને બેન્ક KYC જેવી બાબતોમાં બેદરકારી રાખવી ભારે પડી શકે છે. તેથી સમય રહેતા આ ફેરફારોને સમજીને જરૂરી તૈયારીઓ કરી લેવી હિતાવહ છે.