Cheapest Home Loan: ઘરનું ઘર લેવાનું સપનું થશે પૂરું, આ 5 સરકારી બેંકો આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વ્યાજ દર | Moneycontrol Gujarati
Get App

Cheapest Home Loan: ઘરનું ઘર લેવાનું સપનું થશે પૂરું, આ 5 સરકારી બેંકો આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વ્યાજ દર

Home Loan Interest Rates: શું તમે ઘર લેવાનું વિચારી રહ્યા છો? તો પ્રાઇવેટ બેંકોને બદલે આ સરકારી બેંકોની ઓફર ચેક કરો. અહીં હોમ લોન પર વ્યાજ દર માત્ર 7.10% થી શરૂ થાય છે. જાણો કઈ બેંક આપી રહી છે સૌથી સસ્તી લોન.

અપડેટેડ 07:08:32 PM Jan 27, 2026 પર
Story continues below Advertisement
જો તમે સસ્તી લોન શોધી રહ્યા હોવ, તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ એક સારો વિકલ્પ છે. પબ્લિક સેક્ટરની આ બેંક પોતાના ગ્રાહકોને 7.10 ટકાના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન પૂરી પાડી રહી છે.

Home Loan Interest Rates: અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પોતાનું ઘર હોવું એ દરેક મધ્યમ વર્ગના માણસનું સપનું હોય છે. જોકે, ઘર ખરીદવા માટે મોટાભાગે લોકોએ હોમ લોનનો સહારો લેવો પડે છે. જો તમે પણ લોન લઈને ઘર લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ગયા વર્ષે રેપો રેટમાં જે 1.25 ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો, તેની સીધી અસર હવે જોવા મળી રહી છે. આ ઘટાડા બાદ દેશની ઘણી સરકારી બેંકોએ હોમ લોનના વ્યાજ દરો ઘટાડીને તળિયે લાવી દીધા છે.

હાલમાં પરિસ્થિતિ એવી છે કે હોમ લોનના વ્યાજ દરો 7.10 ટકા જેટલા નીચા સ્તરે પહોંચી ગયા છે. મજાની વાત એ છે કે સૌથી સસ્તી લોન આપનારી યાદીમાં પ્રાઇવેટ બેંકો નહીં, પરંતુ સરકારી બેંકો આગળ છે. આ ઉપરાંત કેટલીક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ ગ્રાહકોને 7.15 ટકાના દરે લોન આપી રહી છે.

સસ્તી લોન આપવામાં પ્રાઇવેટ બેંકો પાછળ

સામાન્ય રીતે લોકો HDFC, ICICI કે Axis જેવી મોટી પ્રાઇવેટ બેંકો તરફ દોડતા હોય છે, પરંતુ સસ્તી લોન આપવામાં આ બેંકો હાલમાં પાછળ ચાલી રહી છે. મોટાભાગની પ્રાઇવેટ બેંકોના શરૂઆતી વ્યાજ દર ઓછામાં ઓછા 7.65 ટકા છે.

ICICI Bank: 7.65 ટકાથી શરૂઆત


HDFC Bank: 7.90 ટકાથી શરૂઆત

Axis Bank: 8.35 ટકાથી શરૂઆત

જો તમારે વ્યાજના પૈસા બચાવવા હોય, તો તમારે સરકારી બેંકો તરફ નજર દોડાવવી જોઈએ. અહીં અમે તમને એવી ટોપ-5 સરકારી બેંકો વિશે માહિતી આપીશું જે હાલમાં સૌથી સસ્તી હોમ લોન ઓફર કરી રહી છે.

1. બેંક ઓફ ઇન્ડિયા

પૈસાબઝાર ડોટ કોમના રિપોર્ટ મુજબ, પબ્લિક સેક્ટરની બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકો માટે સૌથી આકર્ષક ઓફર લાવી છે. આ બેંકમાં હોમ લોનના વ્યાજ દર 7.10 ટકાથી શરૂ થાય છે. 30 લાખથી 75 લાખ સુધીની લોન પર: 7.10% થી 10.00% વ્યાજ. 75 લાખથી વધુની લોન પર: 7.10% થી 10.25% વ્યાજ.

2. બેંક ઓફ મહારાષ્ટ્ર

બીજી મોટી સરકારી બેંક એટલે બેંક ઓફ મહારાષ્ટ્ર. આ બેંક પણ પોતાના ગ્રાહકોને ખૂબ જ સ્પર્ધાત્મક દરો આપી રહી છે. અહીં 30 લાખથી લઈને 75 લાખ રૂપિયાથી ઉપર સુધીની કોઈપણ હોમ લોન પર વ્યાજ દર 7.10%થી 9.90%ની વચ્ચે રહે છે.

3. ઇન્ડિયન ઓવરસીઝ બેંક

જો તમે સસ્તી લોન શોધી રહ્યા હોવ, તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ એક સારો વિકલ્પ છે. પબ્લિક સેક્ટરની આ બેંક પોતાના ગ્રાહકોને 7.10 ટકાના શરૂઆતી વ્યાજ દરે હોમ લોન પૂરી પાડી રહી છે.

4. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પણ આ રેસમાં પાછળ નથી. આ સરકારી બેંક 30 લાખથી લઈને 75 લાખથી વધુ રકમની લોન પર 7.10% થી લઈને 9.15% સુધીના વ્યાજ દરે લોન ઓફર કરે છે. લાંબા ગાળાની લોન માટે આ દરો ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5. યુકો બેંક

પબ્લિક સેક્ટરની યુકો બેંકના દર પણ પ્રાઇવેટ બેંકો કરતા ઘણા ઓછા છે. આ બેંક 30 લાખથી લઈને 75 લાખ રૂપિયાથી ઉપરની હોમ લોન પર 7.15% થી 9.25% સુધીના વ્યાજ દરે લોન આપી રહી છે.

જો તમે નજીકના ભવિષ્યમાં હોમ લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોનો સંપર્ક કરવાથી તમારા EMI માં મોટો ફાયડો થઈ શકે છે.

આ પણ વાંચો-Budget 2026: નિર્મલા સીતારમણની 'ડ્રીમ ટીમ' તૈયાર, જાણો કોણ છે બજેટ બનાવનારા આ 6 'માસ્ટરમાઈન્ડ' અધિકારીઓ?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 27, 2026 7:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.