CNG price hike : મોંઘવારીથી પહેલેથી જ પરેશાન થઈ રહેલા વાહન ચાલકો માટે ફરી એક ખરાબ સમાચાર આવ્યા છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNG ના ભાવમાં એકવાર ફરી વધારો કરવામાં આવ્યો છે. મહાનગર ગેસ લિમિટેડએ રવિવાર, 15 નવેમ્બર 2026 થી CNG ના દરમાં 1.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરી દીધો છે. આ સાથે જ હવે મુંબઈમાં 1 કિલો CNG ની કિંમત 91.50 રૂપિયા થઈ ગઈ છે.

