IDFC Bank: IDFC બેન્કે એક વ્યક્તિ પાસેથી લોન માટે EMI કાપ્યો જે તેણે ક્યારેય લીધો ન હતો. આ કેસમાં હવે કસ્ટમર્સ અદાલતે બેન્કને નવી મુંબઈની વ્યક્તિને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. મુંબઈના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને બેન્કને સેવામાં ઉણપ માટે દોષિત ઠેરવ્યું છે અને તેને કસ્ટમર્સને વ્યાજ સાથે રૂ. 5,676ની EMI રકમ પરત કરવા જણાવ્યું છે.