લોન લેનાર વ્યક્તિએ તેની આવકના પુરાવા સ્વરૂપે સેલેરી સ્લિપ કે આવક દર્શાવતા ડોક્યુમેન્ટ જેવા કે – સેલેરી સર્ટિફિકેટ કે નિયમિત સેલેરી ક્રેડિટ દર્શાવતા બેન્ક સ્ટેટમેન્ટ પણ આપવા પડે છે.
Digital Loan: ડિજિટલાઇઝેશનના સમયમાં ડિજિટલ લોનની બોલબાલા વધી ગઇ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર એપ્લિકેશન મારફેત અપાતી પર્સનલ લોનને ડિજિટલ લોન તરીકે ઓળખવામાં આવે છે. તે એક પ્રકારની ઓનલાઇન પર્સનલ લોન જેવી જ હોય છે. ડિજિટલ લોનનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે તેમાં બહુ ઓછા સમયમાં લોન મંજૂર થઇ જાય છે. અલબત્ત તેમા પણ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન સફળ થાય ત્યારે જ પ્રોસેસ પૂર્ણ થાય છે.
ડિજિટલ લોન કોણ મેળવી શકે?
દરેક સામાન્ય વ્યક્તિ કે જે લોન મેળવવા માટે પાત્ર છે તે ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન પર્સનલ લોન મેળવી શકે છે. આથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કામ કરતા પગારદાર કર્મચારીઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓ અથવા મિનિમમ આવક/ટર્નઓવરના માપદંડોને પૂર્ણ કરતા સ્વ-રોજગાર વ્યક્તિઓ ડિજિટલ લોન મેળવવા માટે પાત્ર છે.
ડિજિટલ લોન મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂ પડે?
જો કે ઑનલાઇન પર્સનલ લોનની પાત્રતા મોટાભાગે અરજદારના ક્રેડિટ સ્કોર અથવા વધારાના ડેટા પર આધાર રાખે છે, જેને જે-તે વ્યક્તિ દ્વારા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે. કેટલીક એવી બાબતો કે જેમાં વધારાની માહિતી જેમ કે ઉંમર, રોજગારનો પ્રકાર, વ્યાવસાયિક અનુભવ વગેરે મહત્વપૂર્ણ છે, જે ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મને પરંપરાગત લોન પ્રોસેસઓથી પર જવાની મંજૂરી આપે છે.
ઓળખ અને એડ્રેસ પ્રુફની જરૂર
ડિજિટલ લોનની અરજી કરવા માટે લોન મેળવનાર વ્યક્તિના ઓળખકાર્ડ એટલે કે આઇડી પ્રુફ અને એડ્રેસ પ્રુફની જરૂર પડે છે. તે ઉપરાંત સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ જેમ કે પાસપોર્ટ, વોટર આઇડી અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડની પણ જરૂર પડી શકે છે.
સેલેરી સ્લિપ પણ જરૂરી
લોન લેનાર વ્યક્તિએ તેની આવકના પુરાવા સ્વરૂપે સેલેરી સ્લિપ કે આવક દર્શાવતા ડોક્યુમેન્ટ જેવા કે – સેલેરી સર્ટિફિકેટ કે નિયમિત સેલેરી ક્રેડિટ દર્શાવતા બેન્ક સ્ટેટમેન્ટ પણ આપવા પડે છે. આ ડોક્યુમેન્ટ લોન અરજદારની આર્થિક સ્થિતિ દર્શાવે છે, જેનાથી લોન આપનારને જે-તે લોન લેનાર વ્યક્તિની પરત ચૂકવણી કરવાની ક્ષમતા તેમજ તેમની ક્રેડિટ લિમિટ નક્કી કરવામાં મદદ મળે છે.
e-સાઇન પણ જરૂરી
અરજદાર અને ધિરાણકર્તા વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા કરાર બનાવવા માટે ડિજિટલ સિગ્નેચર, જેને ઈ-સાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે તે જરૂરી છે. જે પરસ્પર સંમતિ અને નિયમનકારી જરૂરિયાતોના પાલનની ખાતરી કરે છે.