Get App

Home Loan EMI: હોમ લોન લેનારાઓ માટે દિવાળી જેવો માહોલ! RBIએ ઘટાડ્યો વ્યાજ દર તો 50 લાખની લોન પર થશે લાખોની બચત

Home Loan EMI: RBI દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડાથી હોમ લોન સસ્તી થઈ છે. જાણો 50 લાખ રૂપિયાની લોન પર તમારી EMI કેટલી ઘટશે અને તમે કઈ રીતે લાખો રૂપિયાની બચત કરી શકો છો. સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2025 પર 12:36 PM
Home Loan EMI: હોમ લોન લેનારાઓ માટે દિવાળી જેવો માહોલ! RBIએ ઘટાડ્યો વ્યાજ દર તો 50 લાખની લોન પર થશે લાખોની બચતHome Loan EMI: હોમ લોન લેનારાઓ માટે દિવાળી જેવો માહોલ! RBIએ ઘટાડ્યો વ્યાજ દર તો 50 લાખની લોન પર થશે લાખોની બચત
જાણો 50 લાખ રૂપિયાની લોન પર તમારી EMI કેટલી ઘટશે અને તમે કઈ રીતે લાખો રૂપિયાની બચત કરી શકો છો.

Home Loan EMI: જો તમે હોમ લોન લીધી હોય અથવા લેવાનું વિચારી રહ્યા હો, તો ભારતીય રિઝર્વ બેંક (RBI) તમારા માટે એક મોટા ખુશખબર લઈને આવી છે. RBIએ તેની તાજેતરની નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેનાથી રેપો રેટ ઘટીને 5.25% થઈ ગયો છે. આ નિર્ણયની સીધી અસર હોમ લોન લેનારાઓના ખિસ્સા પર પડશે અને તેમનો માસિક હપ્તો (EMI) ઘટશે.

આ ઘટાડો વર્ષ 2025 માં RBI દ્વારા કરવામાં આવેલો સતત ચોથો ઘટાડો છે, જેનાથી અત્યાર સુધીમાં કુલ 125 બેસિસ પોઈન્ટની રાહત મળી છે. ચાલો સમજીએ કે આ ઘટાડાથી તમારા ખિસ્સા પર કેટલી અને કેવી રીતે અસર થશે.

તમારા EMI પર કેટલી બચત થશે? આવો સમજીએ

રેપો રેટ ઘટવાથી બેંકો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ વધે છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળે છે. ચાલો 50 લાખ રૂપિયાની લોનના ઉદાહરણથી સમજીએ.

પહેલાની સ્થિતિ: ધારો કે તમે 20 વર્ષ માટે 8.5%ના વ્યાજ દરે 50 લાખની હોમ લોન લીધી છે, તો તમારો માસિક હપ્તો લગભગ 43,391 આવતો હતો.

હવેની સ્થિતિ: રેપો રેટમાં 0.25%ના ઘટાડા બાદ, જો તમારો નવો વ્યાજ દર 8.25% થઈ જાય, તો તમારો નવો હપ્તો ઘટીને લગભગ 39,519 થઈ જશે.

આમ, તમને દર મહિને સીધી 3,872ની બચત થશે. જો સમગ્ર લોનના સમયગાળાની વાત કરીએ, તો તમે વ્યાજ પેટે ચૂકવાતા લગભગ 9.29 લાખ બચાવી શકશો.

બધા સમાચાર

+ વધુુ વાંચો