Get App

બેંકમાં નોકરીની શાનદાર તક: કેનેરા બેંકમાં 3500 જગ્યાઓ પર બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ યુવાનો માટે ગોલ્ડન ચાન્સ

Canara Bank Recruitment 2026: કેનેરા બેંકમાં 3500 એપ્રેન્ટિસ પોસ્ટ માટે બમ્પર ભરતી 2026 જાહેર. ગ્રેજ્યુએટ ઉમેદવારો 1 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. દર મહિને 16,650 સ્ટાઈપેન્ડ મળશે. જાણો ફોર્મ ભરવાની પૂરી વિગત.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2026 પર 11:22 AM
બેંકમાં નોકરીની શાનદાર તક: કેનેરા બેંકમાં 3500 જગ્યાઓ પર બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ યુવાનો માટે ગોલ્ડન ચાન્સબેંકમાં નોકરીની શાનદાર તક: કેનેરા બેંકમાં 3500 જગ્યાઓ પર બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ યુવાનો માટે ગોલ્ડન ચાન્સ
આ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી પોતાનું ફોર્મ ભરી શકશે.

Canara Bank Recruitment 2026: બેંકમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અને સારી નોકરીની શોધમાં છો, તો કેનેરા બેંક તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. કેનેરા બેંકે એપ્રેન્ટિસની 3500 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે.

આ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી પોતાનું ફોર્મ ભરી શકશે. તો ચાલો જાણીએ આ ભરતીની તમામ મહત્વની માહિતી, શૈક્ષણિક લાયકાત અને ફોર્મ ભરવાની રીત વિશે.

મહત્વપૂર્ણ તારીખો

આ ભરતી પ્રક્રિયામાં સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે, તેથી આ તારીખો ખાસ નોંધી લેવી:

* નોટિફિકેશન જાહેર થયાની તારીખ: 28 સપ્ટેમ્બર 2026

* ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 1 ઓક્ટોબર 2026

* અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર 2026

બધા સમાચાર

+ વધુુ વાંચો