Farmer success story: સામાન્ય રીતે આપણા સમાજમાં ખેતીને વરસાદ, બજારના ભાવ અને ખર્ચના જોખમ સાથે જોડીને જોવામાં આવે છે. મોટાભાગના લોકો માને છે કે ખેતીમાં ઝાઝો નફો નથી. પરંતુ, જો યોગ્ય પાક, વૈજ્ઞાનિક પદ્ધતિ અને બજારની સાચી સમજ હોય, તો આ જ ખેતી એક મોટો બિઝનેસ બની શકે છે. આ વાતને સાચી પાડી બતાવી છે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત રામશરણે.

