Get App

Bank FD Rules: 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે FD ના નિયમો, મોટી રકમ જમા કરાવતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

1 ઓક્ટોબર 2026 થી RBI ફિક્સ ડિપોઝિટના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. બેંકોમાં 3 કરોડથી વધુની જમા રકમ પર નવો નિયમ લાગુ થશે. જાણો નાના અને મોટા રોકાણકારો પર તેની શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2026 પર 5:19 PM
Bank FD Rules: 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે FD ના નિયમો, મોટી રકમ જમા કરાવતા પહેલા જાણી લો આ જરૂરી વાતોBank FD Rules: 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે FD ના નિયમો, મોટી રકમ જમા કરાવતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
નાના રોકાણકારો માટે જૂના નિયમો જ ચાલુ રહેશે. તમારે રોજ સવારે ઉઠીને બેંકની વેબસાઈટ પર વ્યાજ દરો ચેક કરવાની જરૂર નથી. તમારી FD પર બેંકના નિર્ધારિત કાર્ડ રેટ મુજબ જ વ્યાજ મળતું રહેશે.

Bank FD Rules: ભારતીય રિઝર્વ બેંક ફિક્સ ડિપોઝિટને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવા જઈ રહી છે. 1 ઓક્ટોબર 2026 થી અમલમાં આવનારા આ નવા ફ્રેમવર્ક હેઠળ, બેંકોએ મોટી જમા રકમ પર અપાતા વ્યાજ દરોની માહિતી પારદર્શક બનાવવી પડશે. RBIનો આ નિર્ણય બલ્ક ફિક્સ ડિપોઝિટના દરોમાં સમાનતા લાવવાના હેતુથી લેવામાં આવ્યો છે.

ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ નવો નિયમ શું છે અને સામાન્ય જનતા તેમજ મોટા રોકાણકારો પર તેની શું અસર પડશે.

શું છે RBI નો નવો FD નિયમ?

નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી તમામ બેંકોએ દરરોજ સવારે 10:00 વાગ્યા સુધીમાં પોતાની સત્તાવાર વેબસાઈટ પર બલ્ક ડિપોઝિટના દૈનિક વ્યાજ દરોની યાદી જાહેર કરવી પડશે.

જો બેંક આ જાહેર કરેલા દરોમાં કોઈ ફેરફાર કે અપડેટ કરવા માંગતી હોય, તો સવારે 10 વાગ્યા પછી તેમને માત્ર 10 મિનિટનો જ સમય આપવામાં આવશે. તે દિવસે સવારે વેબસાઈટ પર જે વ્યાજ દરો બતાવવામાં આવશે, આખો દિવસ બેંકમાં આવતી સમાન જમા રકમ પર તે જ વ્યાજ દર લાગુ પડશે.

કોને ગણવામાં આવશે મોટા રોકાણકાર?

બેંકિંગ નિયમો અનુસાર, હવે 3 કરોડ કે તેથી વધુ રકમની ફિક્સ ડિપોઝિટને 'બલ્ક ડિપોઝિટ' ની કેટેગરીમાં મૂકવામાં આવશે. જો કોઈ સામાન્ય વ્યક્તિ, કંપની કે સંસ્થા 3 કરોડ કે તેથી વધુની FD કરાવવાનું વિચારી રહી છે, તો તેમના માટે બેંકમાં પૈસા જમા કરાવતા પહેલા તે દિવસના લાગુ વ્યાજ દરો વેબસાઈટ પર ચેક કરવા ફરજિયાત બની જશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો