Fincare Small Finance Bank (FSFB) એ વરિષ્ઠ નાગરિકો અને અન્ય લોકો માટે તેના FD વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેન્કે કહ્યું છે કે Fincare FD કસ્ટમર્સ તેમની સેવિંગ પર 8.51% સુધીનું રિટર્ન મેળવી શકે છે. એટલું જ નહીં, બેન્ક વરિષ્ઠ નાગરિકોને 5000 રૂપિયાની મિનિમમ FD પર 9.11% સુધીનું રિટર્ન ઓફર કરી રહી છે. નવા દરો 25 મેથી લાગુ થઈ ગયા છે.
વરિષ્ઠ નાગરિકો માટે 9.11% સુધીનું રિટર્ન
વિવિધ ટાઇમ લાઇનની FD પર કેટલું વ્યાજ મળશે
બેન્ક 59 દિવસ 1 દિવસથી 66 મહિનાની એફડી પર વરિષ્ઠ નાગરિકોને 8.6 ટકા અને અન્ય લોકોને 8 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 66 મહિના 1 દિવસથી 84 મહિના સુધીની FD પર, વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકા અને અન્યને 7 ટકા સુધીનું રિટર્ન મળશે. બેન્ક વરિષ્ઠ નાગરિકોને 36 મહિના 1 દિવસથી 42 મહિનાની કેપિટલ પર 8.85 ટકા વ્યાજ પણ ઓફર કરી રહી છે, જ્યારે સામાન્ય નાગરિકોને સમાન કાર્યકાળની FD પર 8.25 ટકા વ્યાજ મળશે.
આ બેન્કોએ વ્યાજદરમાં પણ વધારો કર્યો છે
તમને જણાવી દઈએ કે હાલમાં જ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કે પણ FD રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 9.6 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કે પણ વરિષ્ઠ નાગરિકો માટે મહત્તમ 9.5 ટકા વ્યાજની જાહેરાત કરી છે.
બેન્કે તેના નિવેદનમાં કહ્યું છે કે ફિનકેર બેન્કમાં વધુ સારા એફડી દરોનો લાભ લઈ શકાય છે. આ માટે, ગ્રાહક FD ખાતું ખોલવા માટે બેન્ક શાખાની મુલાકાત લઈ શકે છે અથવા ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઇલ એપ્લિકેશનમાં લોગિન કરી શકે છે.