Gold silver ETFs: ભારતીય બજારમાં 20 ઓગસ્ટના રોજ સોના અને ચાંદીના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ખાસ વાત એ છે કે આજના ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ETFએ ગોલ્ડ ETF કરતા પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ચાંદીના ETFમાં 4.2 ટકા સુધીનો મોટો ઉછાળો આવ્યો છે, જ્યારે સોનાના ETF 2 ટકાથી વધુ વધ્યા છે.

