દેશની અગ્રણી સરકારી બેન્કો - બેન્ક ઓફ બરોડા (BOB), પંજાબ નેશનલ બેન્ક (PNB) અને કેનરા બેન્કે પોતાના કસ્ટમર્સને મોટી રાહત આપી છે. આ બેન્કોએ પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડો કર્યો છે, જેની સીધી અસર હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન જેવી ફ્લોટિંગ રેટ લોન લેનારા કસ્ટમર્સની EMI પર પડશે. આ ઘટાડાથી કસ્ટમર્સની લોનની ચુકવણીનો બોજ ઘટશે અને લોનની મુદત પણ ઝડપથી પૂર્ણ થઈ શકશે.