GST Day 2023: દેશની આઝાદી પછીના સૌથી મોટા ટેક્સ સુધારા તરીકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 1 જુલાઈ, 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. જીએસટીના અમલીકરણના 6 વર્ષ પૂર્ણ થયા છે. આ 6 વર્ષોમાં, GSTએ દેશની ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમને પુનર્જીવિત કરી છે. GST દિવસ 2023 પર દેશના નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે GST લાગુ થવાને કારણે રોજબરોજની વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. ટેક્સના દરમાં ઘટાડો થયો છે. તેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળી છે.

