દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે (UPI) નો ઉપયોગ દેશમાં ઝડપથી વધ્યો છે. આ સુવિધા દ્વારા, યુઝર્સ ગમે ત્યારે અને ગમે ત્યાંથી સેકન્ડોમાં પૈસા મોકલી શકે છે. જો કે પહેલા અમે યુપીઆઈ એપનો ઉપયોગ ડેબિટ કાર્ડ દ્વારા જ કરી શકતા હતા, પરંતુ હવે ઘણી બેન્કોએ કસ્ટમર્સની સુવિધામાં વધારો કરીને ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરવાની સુવિધા શરૂ કરી છે. આ શ્રેણીમાં, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક, HDFC બેન્ક, HDFC બેન્ક UPI RuPay ક્રેડિટ કાર્ડ, તેના કસ્ટમર્સ માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. તમે આ ક્રેડિટ કાર્ડને BHIM, Paytm, PhonePe અને PayZapp જેવી UPI એપ્સ પર લિંક કરી શકો છો.

