PF Withdrawal : ઇમરજન્સીમાં પીફમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકાય? નોકરિયાતો માટે EPFOના નવા નિયમો જાણી લો | Moneycontrol Gujarati
Get App

PF Withdrawal : ઇમરજન્સીમાં પીફમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકાય? નોકરિયાતો માટે EPFOના નવા નિયમો જાણી લો

પીએફ ખાતાધારકો માટે ખુશખબર! EPFO એ બીમારી, લગ્ન, ઘર અને અભ્યાસ માટે એડવાન્સ રકમ ઉપાડવાના નિયમો સરળ કર્યા છે. જાણો તમે કેટલી વાર અને કેટલા ટકા રકમ ઉપાડી શકશો.

અપડેટેડ 05:16:56 PM Sep 10, 2026 પર
Story continues below Advertisement
ઘરને લગતી તમામ જરૂરિયાતોને હવે એક જ કોમન કેટેગરીમાં મૂકવામાં આવી છે. તેમાં નવું ઘર કે પ્લોટ ખરીદવો, મકાન બનાવવું, હોમ લોનનો હપ્તો ભરવો અથવા ઘરનું રિનોવેશન કરાવવું વગેરે સામેલ છે.

PF Withdrawal : આજના સમયમાં નોકરિયાત વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ એક મોટી મૂડી સમાન છે. ઘણીવાર અચાનક પૈસાની જરૂર પડે ત્યારે પીએફમાંથી એડવાન્સ રકમ ઉપાડવી પડે છે. પીએફ ખાતાધારકો માટે એક સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ પીએફ ખાતામાંથી આંશિક ઉપાડ એટલે કે એડવાન્સ પૈસા કાઢવાના નિયમોને અત્યંત સરળ અને પારદર્શક બનાવી દીધા છે. નવા નિયમો હેઠળ મેડિકલ ઇમરજન્સી, બાળકોનો અભ્યાસ, લગ્ન અને ઘર ખરીદવા જેવા જરૂરી કામો માટે પૈસા ઉપાડવાની પ્રક્રિયા અને તેની મર્યાદા સ્પષ્ટ કરી દેવામાં આવી છે.

EPFOની નવી ગાઈડલાઈન્સ મુજબ, એડવાન્સ ક્લેમને મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે: આવશ્યક જરૂરિયાતો, આવાસની જરૂરિયાતો અને વિશેષ સંજોગો. ચાલો સમજીએ કે આ નવા નિયમોથી નોકરિયાતો માટે શું બદલાયું છે.

જરૂરી કામો માટે પૈસા ઉપાડવાના નિયમો

EPFO એ જીવનની મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે અલગ-અલગ મર્યાદા નક્કી કરી છે,, સારવાર કે મેડિકલ ઇમરજન્સી માટે પીએફમાંથી પૈસા ઉપાડવા પર હવે કોઈ જ મર્યાદા નથી. ખાતાધારક જરૂર પડે ત્યારે ગમે તેટલી વાર સારવાર માટે પૈસા ઉપાડી શકે છે. ઉચ્ચ શિક્ષણ કે ભણતરના ખર્ચ માટે નોકરીના પૂરા સમયગાળા દરમિયાન મહત્તમ 10 વખત પીએફ એડવાન્સ લઈ શકાય છે. પોતાના અથવા બાળકો તેમજ ભાઈ-બહેનના લગ્ન માટે ખાતાધારક પોતાની આખી સર્વિસ દરમિયાન વધુમાં વધુ 5 વખત પૈસા ઉપાડી શકે છે.

ઘર કે મકાન સંબંધિત ખર્ચ માટેના નિયમો


ઘરને લગતી તમામ જરૂરિયાતોને હવે એક જ કોમન કેટેગરીમાં મૂકવામાં આવી છે. તેમાં નવું ઘર કે પ્લોટ ખરીદવો, મકાન બનાવવું, હોમ લોનનો હપ્તો ભરવો અથવા ઘરનું રિનોવેશન કરાવવું વગેરે સામેલ છે. આવાસ સંબંધિત આ જરૂરિયાતો માટે સભ્ય પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન મહત્તમ 5 વખત એડવાન્સ ક્લેમ કરી શકે છે.

વિશેષ અને ઇમરજન્સી સંજોગો

કોઈ ખાસ આર્થિક સંકટ કે કટોકટીની સ્થિતિ માટે પણ અલગ જોગવાઈ છે. નિયમો અને શરતોને આધીન, આવા સંજોગોમાં એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 2 વખત એડવાન્સ રકમ ઉપાડી શકાય છે.

પીએફ ખાતામાંથી કેટલી રકમ ઉપાડી શકાય?

EPFOના લેટેસ્ટ પરિપત્ર મુજબ, પાત્રતા ધરાવતા સભ્યો જે-તે કેટેગરીની શરતોના આધારે પોતાના કુલ EPF બેલેન્સના 75% સુધીની રકમ એડવાન્સ તરીકે ઉપાડી શકે છે. એડવાન્સ ઉપાડવા માટે ખાતાધારક ઓછામાં ઓછા 12 મહિના માટે EPFO નો સભ્ય હોવો ફરજિયાત છે.

ખાસ નોંધ: ધ્યાન રાખો કે આ માત્ર એક 'એડવાન્સ' છે, જે નોકરી ચાલુ હોય ત્યારે ઉપાડી શકાય છે. નોકરી છોડ્યા પછી મળતા 'ફાઇનલ પીએફ સેટલમેન્ટ' થી આ બિલકુલ અલગ પ્રક્રિયા છે.

આ પણ વાંચો-Stock Market Holiday : 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી નિમિત્તે શેરબજાર બંધ રહેશે કે ચાલુ? જાણો BSE, NSE અને MCXનું લેટેસ્ટ ટ્રેડિંગ શેડ્યૂલ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 10, 2026 5:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.