Get App

Government Scheme: 1 લાખ રૂપિયા કઈ સરકારી સ્કીમમાં રોકવા? NSC, KVP, PPF કે પોસ્ટ ઓફિસ FD? સમજો રોકાણનું આખું ગણિત

તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને સુરક્ષિત રોકાણ કરવા માંગો છો? જાણો લેટેસ્ટ 2025 ના વ્યાજ દર મુજબ NSC, KVP, PPF અને પોસ્ટ ઓફિસ FD માંથી કયો વિકલ્પ તમારા માટે બેસ્ટ છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 03, 2026 પર 3:10 PM
Government Scheme: 1 લાખ રૂપિયા કઈ સરકારી સ્કીમમાં રોકવા? NSC, KVP, PPF કે પોસ્ટ ઓફિસ FD? સમજો રોકાણનું આખું ગણિતGovernment Scheme: 1 લાખ રૂપિયા કઈ સરકારી સ્કીમમાં રોકવા? NSC, KVP, PPF કે પોસ્ટ ઓફિસ FD? સમજો રોકાણનું આખું ગણિત
પબ્લિક પ્રોવિડન્ટ ફંડની મુદત 15 વર્ષની હોય છે અને તેમાં હાલ 7.1% વ્યાજ મળે છે. આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.

Government Scheme: જો તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને તમે તેને કોઈ સુરક્ષિત જગ્યાએ રોકવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ અને ભારત સરકારની બચત યોજનાઓ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજનાઓમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટનો સમાવેશ થાય છે.

પરંતુ, માત્ર વધારે વ્યાજ દર જોઈને રોકાણ કરવું સમજદારી નથી. આ ચારેય સ્કીમનો સમયગાળો અલગ-અલગ છે. કોઈ સ્કીમમાં તમારા પૈસા 5 વર્ષ માટે જમા રહે છે, તો કોઈમાં 10 કે 15 વર્ષ માટે. વર્ષ 2025 ના લેટેસ્ટ વ્યાજ દરો અનુસાર, તમારે તમારી જરૂરિયાત મુજબ ક્યાં રોકાણ કરવું જોઈએ, ચાલો સમજીએ તેનો સંપૂર્ણ હિસાબ.

એક નજરમાં સમજો વ્યાજ અને રિટર્નનો તફાવત

1 લાખ રૂપિયાના રોકાણ પર મળતા અંદાજિત રિટર્નની ગણતરી નીચે મુજબ છે.

NSC: 7.70% વ્યાજ | 5 વર્ષની મુદત | અંદાજિત રિટર્ન: 1.45 લાખ રૂપિયા

KVP: 7.50% વ્યાજ | 115 મહિના (લગભગ 9.5 વર્ષ) | અંદાજિત રિટર્ન: 2 લાખ રૂપિયા

Post Office FD: 7.50% વ્યાજ | 5 વર્ષની મુદત | અંદાજિત રિટર્ન: 1.45 લાખ રૂપિયા

બધા સમાચાર

+ વધુુ વાંચો