Income Tax Refund 2026: હજુ સુધી રિફંડના પૈસા નથી આવ્યા? ક્યાંક તમે આ 6 ભૂલો તો નથી કરી ને? જાણો વિગતે
જો વર્ષ 2026માં પણ તમારું Income Tax Refund અટક્યું હોય, તો તેના માટે સિસ્ટમની ભૂલ નહીં પણ આ 6 કારણો જવાબદાર હોઈ શકે છે. જાણો ITR મિસમેચથી લઈને બેંક વેરિફિકેશન સુધીની તમામ વિગતો અને તેનું સોલ્યુશન.
વધારે રિફંડ મેળવવાની લાલચમાં ઘણા લોકો એવા ડિડક્શન કે છૂટનો દાવો કરે છે જેના માટે તેઓ પાત્ર નથી હોતા. જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગની સિસ્ટમ આ પકડી પાડે છે, ત્યારે તે વધારાની તપાસ માટે રિફંડ રોકી દે છે.
Income Tax Refund 2026: જો તમે પણ તમારી મહેનતની કમાણીમાંથી કપાયેલા ટેક્સના રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. વર્ષ 2026 શરૂ થઈ ગયું છે, અને ઘણા લોકોના ખાતામાં રિફંડ જમા થઈ ગયું છે, પરંતુ હજુ પણ એક મોટો વર્ગ એવો છે જેમના પૈસા અટકેલા છે. ઇન્કમ ટેક્સ વિભાગે ડિસેમ્બર 2025 સુધીમાં મોટાભાગના રિફંડ પ્રોસેસ કરી દીધા હતા, છતાં જો તમારું રિફંડ બાકી હોય, તો તેની પાછળ આ 6 મોટા કારણો જવાબદાર હોઈ શકે છે.
1. ડેટા મિસમેચની સમસ્યા: સૌથી પહેલું અને મુખ્ય કારણ છે ITR મિસમેચ. જો તમે ભરેલા રિટર્નમાં દર્શાવેલી આવક અને Form 26AS અથવા AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ)ના આંકડામાં થોડો પણ તફાવત હશે, તો વિભાગ તમારું રિફંડ રોકી શકે છે. જ્યાં સુધી તમે આ ભૂલ સુધારશો નહીં, ત્યાં સુધી પૈસા જમા નહીં થાય.
2. બેંક એકાઉન્ટનું વેરિફિકેશન: ઘણીવાર ટેક્સપેયરની નાની ભૂલ ભારે પડે છે. જો તમારું બેંક એકાઉન્ટ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર 'વેલિડેટ' એટલે કે વેરિફાય થયેલું નથી, અથવા તો IFSC કોડ જેવી વિગતો ખોટી છે, તો રિફંડ પ્રોસેસ થયા પછી પણ તમારા ખાતામાં જમા નહીં થઈ શકે.
3. ખોટા ડિડક્શનનો દાવો: વધારે રિફંડ મેળવવાની લાલચમાં ઘણા લોકો એવા ડિડક્શન કે છૂટનો દાવો કરે છે જેના માટે તેઓ પાત્ર નથી હોતા. જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગની સિસ્ટમ આ પકડી પાડે છે, ત્યારે તે વધારાની તપાસ માટે રિફંડ રોકી દે છે.
4. E-verification બાકી હોવું: યાદ રાખો, રિટર્ન ભરવું પૂરતું નથી. જો તમે સમયસર ITRનું E-verification નથી કર્યું, તો તમારું રિટર્ન અધૂરું ગણાય છે અને આવા કિસ્સામાં રિફંડ મળવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો.
5. હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન: જો તમે વર્ષ દરમિયાન કોઈ મોટા નાણાકીય વ્યવહારો કર્યા છે અને તે વિભાગના 'રિસ્ક એસેસમેન્ટ'માં ફ્લેગ થયા છે, તો વિભાગ રિફંડ આપતા પહેલા તેની ઝીણવટભરી તપાસ કરશે, જેના કારણે મોડું થઈ શકે છે.
6. ટેકનિકલ કારણો: છેલ્લું કારણ છે બેકએન્ડ પ્રોસેસિંગ. ઘણીવાર તમારા તરફથી બધું બરાબર હોય, પણ વિભાગની સિસ્ટમમાં ટ્રાફિક કે પ્રોસેસિંગના ભારણને કારણે તમારો વારો આવતા વાર લાગે છે અને રિફંડ આગામી બેચમાં શિફ્ટ થઈ જાય છે.
તો હવે તમારે શું કરવું?
જો રિફંડ બાકી છે, તો આજે જ તમારું ઇમેઇલ અને ઇ-ફાઇલિંગ પોર્ટલ ચેક કરો. જો વિભાગ તરફથી કોઈ નોટિસ કે ક્વેરી આવી હોય, તો તરત જ તેનો જવાબ આપો. જવાબ મળતાની સાથે જ તમારું રિફંડ છૂટું કરી દેવામાં આવશે.