Get App

FD Rates: દેશની ટોપ બેન્કો FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, ચેક કરો વ્યાજ દર

FD દરો: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગયા વર્ષે મેથી વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. આરબીઆઈના વ્યાજદરમાં વધારો કર્યા બાદ મોટાભાગની તમામ બેન્કોએ એફડી પર વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધું છે. બેન્કોના વ્યાજદરમાં વારંવાર વધારો કર્યા બાદ FDના વ્યાજદર પણ કસ્ટમર્સને રોકાણ કરવા માટે આકર્ષી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 06, 2023 પર 12:57 PM
FD Rates: દેશની ટોપ બેન્કો FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, ચેક કરો વ્યાજ દરFD Rates: દેશની ટોપ બેન્કો FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, ચેક કરો વ્યાજ દર
આરબીઆઈના વ્યાજદરમાં વધારો કર્યા બાદ મોટાભાગની તમામ બેન્કોએ એફડી પર વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધું છે. બેન્કોના વ્યાજદરમાં વારંવાર વધારો કર્યા બાદ FDના વ્યાજદર પણ કસ્ટમર્સને રોકાણ કરવા માટે આકર્ષી રહ્યા છે.

FD Rates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ગયા વર્ષે મે મહિનાથી વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. આરબીઆઈના વ્યાજદરમાં વધારો કર્યા બાદ મોટાભાગની તમામ બેન્કોએ એફડી પર વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધું છે. બેન્કોના વ્યાજદરમાં વારંવાર વધારો કર્યા બાદ FDના વ્યાજદર પણ કસ્ટમર્સને રોકાણ કરવા માટે આકર્ષી રહ્યા છે. મોટેભાગે આ તમામ બેન્કો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બેન્ક સામાન્ય લોકોને 3 ટકાથી લઈને 7.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. તે જ સમયે, બેન્કો વરિષ્ઠ નાગરિકોને 3.50 ટકાથી 7.85 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

બેન્ક એફડી વ્યાજ દર

એક્સિસ બેન્ક FD પર 3.5 ટકાથી 7.85 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે. પંજાબ નેશનલ બેન્ક FD પર 3.50 ટકાથી 7.50 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. ICICI બેન્ક 3 ટકાથી 7.6 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. અહીં તમે ટોપની 10 બેન્કોના વ્યાજ દર વિશે જણાવી રહ્યા છીએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો