Get App

1 સપ્ટેમ્બરથી મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ

LPG cylinder price hike: 1 સપ્ટેમ્બરથી દેશમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 10.50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ ગેસના ભાવ યથાવત છે. જાણો લેટેસ્ટ રેટ.

MoneyControl Newsઅપડેટેડ Sep 01, 2026 પર 11:24 AM
1 સપ્ટેમ્બરથી મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ1 સપ્ટેમ્બરથી મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો તમારા શહેરમાં શું છે લેટેસ્ટ રેટ
આ ભાવવધારો સામાન્ય લોકોના રસોડા સુધી નથી પહોંચ્યો. કિંમતમાં થયેલો આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે.

LPG cylinder price hike: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જનતા અને વેપારીઓ માટે મોંઘવારીના એક આંચકા સાથે થઈ છે. 1 સપ્ટેમ્બરથી દેશભરમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભાવવધારો સામાન્ય લોકોના રસોડા સુધી નથી પહોંચ્યો. કિંમતમાં થયેલો આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 10.50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

નવા ભાવ લાગુ થયા બાદ કયા શહેરમાં શું છે કિંમત?

આજના લેટેસ્ટ અપડેટ મુજબ, દેશના મોટા મહાનગરોમાં કોમર્શિયલ ગેસના નવા રેટ નીચે મુજબ થઈ ગયા છે:

શહેર 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ
અમદાવાદ ₹2,768.00
સુરત ₹2,701.00
રાજકોટ ₹2,728.00 થી ₹2,738.00ની આસપાસ
વડોદરા ₹2,797.50 થી ₹2,807.00 ની આસપાસ

દિલ્હી: 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત હવે 2747.50 રૂપિયા થઈ ગઈ છે.

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં આ સિલિન્ડરનો નવો ભાવ 2701 રૂપિયા થઈ ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો