LICની જીવન આનંદ પોલિસી એક બેસ્ટ પ્લાન છે. આ યોજનામાં, તમને જીવન કવરની સાથે મજબૂત વળતર મળે છે. આ યોજનામાં રોકાણ કરનારા વીમાધારકોને પ્રીમિયમ ચુકવણીની અવધિ પૂર્ણ થયા પછી પણ વીમા કવચ મળતું રહે છે. આ પૉલિસીમાં દરરોજ માત્ર 45 રૂપિયાનું યોગદાન આપીને, પૉલિસીધારક 35 વર્ષના સમયગાળામાં 25 લાખ રૂપિયાની નોંધપાત્ર રકમ એકઠી કરી શકે છે. આ ટર્મ પોલિસી માત્ર બોનસ અને ડેથ બેનિફિટ્સ જ નહીં, પરંતુ વધારાના રક્ષણ માટે એક્સિડેન્ટલ ડેથ અને ડિસેબિલિટી રાઇડર જેવા વધારાના રાઇડર્સ પણ પ્રદાન કરે છે.