Income Tax Return Filing Deadline: આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે સાત દિવસ બાકી છે. તમામ કરદાતાઓએ 31 જુલાઈ 2023 સુધીમાં તેમના ટેક્સ રિટર્ન ભરવાના રહેશે. જો તમે સમયસર ITR ફાઈલ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમને આવકવેરા નોટિસ મળી શકે છે. સમયમર્યાદા પછી ITR ફાઇલ કરવા માટે તમારે 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઇને જાતે જ તમારું ITR ફાઇલ કરી શકો છો. કરદાતાઓ આ માટે વ્યાવસાયિકોની મદદ પણ લઇ શકે છે. કરદાતાઓ ઓનલાઈન ઈ-ફાઈલિંગ વેબસાઈટની સેવાનો પણ લાભ લઈ શકે છે.