LPG Price Hike: 1 જૂનથી ગેસ સિલિન્ડર થયો વધુ મોંઘો, કિંમતોમાં 53.50 સુધીનો વધારો, જાણો નવા રેટ | Moneycontrol Gujarati
Get App

LPG Price Hike: 1 જૂનથી ગેસ સિલિન્ડર થયો વધુ મોંઘો, કિંમતોમાં 53.50 સુધીનો વધારો, જાણો નવા રેટ

1 જૂન 2026થી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 53.50 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. દિલ્હી, કોલકાતા સહિતના શહેરોમાં નવા રેટ લાગુ. જાણો ઘરેલુ ગેસના ભાવમાં શું ફેરફાર થયો.

અપડેટેડ 08:49:24 AM Jun 01, 2026 પર
Story continues below Advertisement
દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને નેચરલ ગેસનો પૂરતો ભંડાર છે અને ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે વ્યવસ્થિત છે.

LPG Price Hike: આજથી એટલે કે 1 જૂનથી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર પૂરતો જ મર્યાદિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 53.50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને આ નવા રેટ 1 જૂન 2026 થી દેશભરમાં લાગુ થઈ ગયા છે.

મેટ્રો શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ

કિંમતોમાં થયેલા તાજા ફેરફાર બાદ વિવિધ શહેરોમાં ગેસના નવા રેટ નીચે મુજબ છે.

દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાનો વધારો થયો છે, જેના પછી તેનો નવો ભાવ 3113.50 રૂપિયા થઈ ગયો છે.

કોલકાતા: અહીં 53.50 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેથી નવો ભાવ 3255.50 રૂપિયા પર પહોંચ્યો છે.


5 કિલોનો FTL સિલિન્ડર: 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડરની કિંમતમાં પણ 11 રૂપિયાનો વધારો કરાયો છે. દિલ્હીમાં હવે તેની કિંમત 821.50 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 1 મેના રોજ પણ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થયો હતો. જેમાં દિલ્હીમાં 993 રૂપિયા, કોલકાતામાં 998.5 રૂપિયા, મુંબઈમાં 993 રૂપિયા અને ચેન્નાઈમાં 990.50 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે 14.2 kg ના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 7 માર્ચ 2026 ના રોજ થયો હતો, ત્યારે કિંમતમાં 60 રૂપિયાનો વધારો કરાયો હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ની વેબસાઈટ મુજબ, હાલમાં સબસિડી વગરના 14.2 kg ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 913 રૂપિયા, મુંબઈમાં 912.50 રૂપિયા, કોલકાતામાં 939 રૂપિયા અને ચેન્નાઈમાં 928.50 રૂપિયા છે. નોંધનીય છે કે, સ્થાનિક વેચાણ વેરા (VAT) ના આધારે અલગ-અલગ રાજ્યોમાં આ રેટ બદલાતા રહે છે.

'દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG નો પૂરતો ભંડાર'

બીજી તરફ, 29 મે, શુક્રવારના રોજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ દેશની ઈંધણ સુરક્ષા અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર વ્યૂહાત્મક ભંડારો મારફતે ઈંધણનો પુરવઠો જાળવી રાખવા અને સંગ્રહખોરી રોકવા સતત કામ કરી રહી છે.

સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઓછામાં ઓછો 30 દિવસનો LPG અને કાચા તેલનો સ્ટોક અનામત રાખે. શર્માએ ખાતરી આપી હતી કે,,,દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને નેચરલ ગેસનો પૂરતો ભંડાર છે અને ઇન્વેન્ટરી સંપૂર્ણ રીતે વ્યવસ્થિત છે. તમામ રિફાઇનરીઓ તેમની 100% ક્ષમતા સાથે કામ કરી રહી છે અને દૈનિક LPG ઉત્પાદન 90 DMT પર પહોંચી ગયું છે. કોઈ પણ LPG વિતરક કેન્દ્ર પર સ્ટોક ખતમ (Dry Out) થવાની ફરિયાદ મળી નથી. જોકે, કેટલીક જગ્યાએ રિટેલ આઉટલેટ્સ પર અસામાન્ય રીતે વધુ વેચાણ જોવા મળ્યું છે. કૃષિ ક્ષેત્રની માંગ અને જથ્થાબંધ વેચાણને કારણે એકંદરે માંગમાં 30% થી વધુનો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને 14 જિલ્લાઓમાં પેટ્રોલના વેચાણમાં 100% થી વધુનો વધારો નોંધાયો છે, જ્યારે 6 જિલ્લાઓમાં OMC ના વેચાણમાં 38% નો ઘટાડો પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચો-1 લાખ રૂપિયાની FD કરાવવી કે ઘર પર સોલર લગાવવું? ક્યાં મળશે સૌથી વધુ રિટર્ન, સમજો આખું ગણિત

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2026 8:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.