ITR filed by women: એક અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રની મહિલાઓ રાજ્યો પ્રમાણે રિટર્ન ભરવામાં આગળ હતી. મહારાષ્ટ્રની 36.8 લાખ મહિલાઓએ નાણાકીય વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. ગુજરાત બીજા ક્રમે રહ્યું હતું. અહીંથી 22.5 લાખ મહિલાઓ દ્વારા ITR ફાઈલ કરવામાં આવી હતી. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાંથી 20.4 લાખ મહિલાઓએ ITR ફાઇલ કર્યું છે.