Get App

Milk Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આવતીકાલે 12 નવેમ્બરથી અમૂલ અને મધર ડેરીનું દૂધ પ્રતિ લીટર 6 સુધી મોંઘું થયું

સામાન્ય માણસના રસોડાનું બજેટ ફરી ખોરવાયું છે. અમૂલ અને મધર ડેરીએ 12 નવેમ્બરથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 થી 6 સુધીનો તોતિંગ વધારો કર્યો છે. જાણો દૂધની નવી રેટ લિસ્ટ.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2026 પર 3:25 PM
Milk Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આવતીકાલે 12 નવેમ્બરથી અમૂલ અને મધર ડેરીનું દૂધ પ્રતિ લીટર 6 સુધી મોંઘું થયુંMilk Price Hike: મોંઘવારીનો વધુ એક માર, આવતીકાલે 12 નવેમ્બરથી અમૂલ અને મધર ડેરીનું દૂધ પ્રતિ લીટર 6 સુધી મોંઘું થયું
ફૂલ ક્રીમ ભેંસનું દૂધ : આ વેરિઅન્ટ પર સૌથી મોટો માર પડ્યો છે. તેના ભાવમાં સીધો 6નો વધારો થતાં તે પ્રતિ લીટર 80 થી વધીને 86ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.

Amul and Mother Dairy Milk Price Hike: તહેવારો પૂર્ણ થતાની સાથે જ સામાન્ય માણસના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ જવાનું છે. દેશની દિગ્ગજ ડેરી કંપનીઓ અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. દૂધની ખરીદ કિંમતમાં થયેલો વધારો અને બજારમાં દૂધના ઓછા પુરવઠાને કારણે અમૂલે પોતાના દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 થી 6 સુધીનો વધારો ઝીંક્યો છે, જે ગુરુવાર, 12 નવેમ્બરથી લાગુ થશે. બીજી તરફ, મધર ડેરીએ પણ પોતાના લિક્વિડ મિલ્ક વેરિઅન્ટ્સના ભાવમાં પ્રતિ લીટર 2 થી 4નો વધારો કરવાનું એલાન કર્યું છે.

અમૂલનો મોટો ઝટકો: ભેંસનું દૂધ 86 પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું

સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, અમૂલે અલગ-અલગ કેટેગરીના દૂધના ભાવમાં નીચે મુજબનો વધારો કર્યો છે.

ફૂલ ક્રીમ ભેંસનું દૂધ : આ વેરિઅન્ટ પર સૌથી મોટો માર પડ્યો છે. તેના ભાવમાં સીધો 6 નો વધારો થતાં તે પ્રતિ લીટર 80 થી વધીને 86 ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો