Get App

Railway Stocks Rally: વિદેશી રોકાણકારોની વાપસીથી રેલવે શેરોએ ફરી પકડી બુલેટ રફ્તાર, RVNL, IRFC, IRCTC અને Titagarh સહિતના શેરોમાં જોરદાર ઉછાળો

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ 53,739 કરોડ ઠાલવતા રેલવે શેરોમાં ફરી જોરદાર તેજી પરત ફરી છે. RVNL, IRFC, IRCTC અને Titagarh સહિતના શેરો ઉછળ્યા છે. જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2026 પર 2:59 PM
Railway Stocks Rally: વિદેશી રોકાણકારોની વાપસીથી રેલવે શેરોએ ફરી પકડી બુલેટ રફ્તાર, RVNL, IRFC, IRCTC અને Titagarh સહિતના શેરોમાં જોરદાર ઉછાળોRailway Stocks Rally: વિદેશી રોકાણકારોની વાપસીથી રેલવે શેરોએ ફરી પકડી બુલેટ રફ્તાર, RVNL, IRFC, IRCTC અને Titagarh સહિતના શેરોમાં જોરદાર ઉછાળો
વેગન અને એન્જિનિયરિંગ કંપનીઓ: ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, જ્યુપિટર વેગન્સ અને ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગમાં પણ તગડી ખરીદી થઈ હતી.

Railway Stocks Rally: છેલ્લા ઘણા લાંબા સમયથી એક જ મર્યાદિત રેન્જમાં અટવાયેલા રેલવે સેક્ટરના શેરોમાં બુધવારે અચાનક જબરદસ્ત હલચલ જોવા મળી હતી. રેલવેના કારોબાર પર સંપૂર્ણપણે નિર્ભર રહેતી મોટાભાગની કંપનીઓના શેર રોકેટ ગતિએ ઉછળ્યા હતા અને સાથે જ રેલવે સાથે જોડાયેલી અન્ય કંપનીઓના શેરોમાં પણ રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી.

વિદેશી રોકાણકારોએ ઠાલવ્યા 53,739 કરોડ

રેલવે શેરોમાં આવેલી આ અચાનક તેજી પાછળનું સૌથી મોટું કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની ભારતીય બજારમાં ધમાકેદાર વાપસી છે. આંકડા મુજબ, 2 થી 9 નવેમ્બરની વચ્ચે FPIs એ ભારતીય શેરોમાં 53,739 કરોડનું જંગી રોકાણ કર્યું છે. ખાસ વાત એ છે કે આ એ જ વિદેશી રોકાણકારો છે, જેઓ અગાઉના 2 મહિનામાં સતત શેર વેચીને બજારમાંથી પૈસા કાઢી રહ્યા હતા. હવે તેમની વાપસીએ રેલવે સહિત ભારતીય શેરબજારના અનેક સેક્ટર્સમાં ફરીથી લીલાશ પાથરી દીધી છે.

RVNLથી લઈને CONCOR સુધી તમામ રેલવે શેરોમાં તેજી

બધા સમાચાર

+ વધુુ વાંચો