Get App

Closing Bell: સેન્સેક્સ 773 પોઈન્ટ ઉછળીને 9 મહિનાની ટોચે, નિફ્ટી 25,200ને પાર, 7 દિવસમાં રોકાણકારોએ કમાયા 35 લાખ કરોડ

11 નવેમ્બર ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહી હતી. સેન્સેક્સ 773 પોઈન્ટ ઉછળીને 9 મહિનાની ટોચે અને નિફ્ટી 25,255 પર બંધ થયો. 7 દિવસમાં રોકાણકારોની સંપત્તિ 35 લાખ કરોડ વધી.

MoneyControl Newsઅપડેટેડ Nov 11, 2026 પર 4:03 PM
Closing Bell: સેન્સેક્સ 773 પોઈન્ટ ઉછળીને 9 મહિનાની ટોચે, નિફ્ટી 25,200ને પાર, 7 દિવસમાં રોકાણકારોએ કમાયા 35 લાખ કરોડClosing Bell: સેન્સેક્સ 773 પોઈન્ટ ઉછળીને 9 મહિનાની ટોચે, નિફ્ટી 25,200ને પાર, 7 દિવસમાં રોકાણકારોએ કમાયા 35 લાખ કરોડ
નિફ્ટી 50માં આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ટરગ્લોબ એવિએશન અને ટ્રેન્ટ સૌથી વધુ વધારો નોંધાવનારા ટોપ શેર રહ્યા હતા.

Closing Bell: 11 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં સતત તેજીનો માહોલ જળવાઈ રહ્યો હતો. ફાઈનાન્શિયલ શેરોમાં થયેલી જોરદાર ખરીદી, બજારના પોઝિટિવ સેન્ટિમેન્ટ અને વિવિધ સેક્ટરોમાં આવેલી તેજીના દમ પર સેન્સેક્સ અને નિફ્ટી બંને 9 મહિનાના નવા ઉચ્ચ સ્તર પર બંધ થયા હતા. આ સાથે જ બેંક નિફ્ટી પણ પોતાના રેકોર્ડ હાઈ લેવલની એકદમ નજીક પહોંચી ગયો છે.

આજના કારોબારના અંતે સેન્સેક્સ 772.75 પોઈન્ટ (0.95%) ના ઉછાળા સાથે 81,879.40 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 50 માં 210.40 પોઈન્ટ (0.84%) ની તેજી આવી હતી, જેનાથી તે 25,200 ની સપાટી પાર કરીને 25,255.05 પર બંધ થયો હતો.

નવેમ્બરના માત્ર 7 સેશનમાં રોકાણકારોની સંપત્તિ 35 લાખ કરોડ વધી

શેરબજારમાં ચાલી રહેલી આ તોફાની તેજીથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. નવેમ્બર મહિનાના શરૂઆતના માત્ર 7 ટ્રેડિંગ સેશનમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં 35 લાખ કરોડ નો જંગી વધારો નોંધાયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો